"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 5 January 2018

પ્રેરણાદાયક લેખ : ૫-૧-૨૦૧૮


ગુલાબડોસી 

મારા મોસાળમાં આગલા બે ખંડ પછી એક ચોકતેની પાછળ રસોડું ને રસોડાના પાછલા બારણા પછી નાનકડી ગલી જેવો રસ્તોએ રસ્તાના એક છેવાડે હમણાં પડું છુંહમણાં પડું છું’ એમ કહેતું હોય તેવુંકમરમાંથી વાંકું વળી ગયેલું ઝૂંપડી જેવું મકાન હતું. એ મકાનમાં એક ડોસી રહેતાં હતાં. એનું નામ હતું ગુલાબ. પણ એ ગુલાબની બધી પાંખડીઓ ખરી ગયેલી અને માત્ર સૂકી દાંડી જ રહી ગયેલી. ગુલાબડોસીનાં બધા સગાંવહાલાં પરધામ પહોંચી ગયેલાં. એક પુત્રીની પુત્રી હયાત હતી. પણ તે પરગામ પોતાને સાસરે રહેતી. એટલે કે એકજીર્ણ મકાનમાં એ મકાન જેવાં જ જીર્ણ ગુલાબડોસી એકલાં રહેતાં હતાં.
એમને ખાસ કામ રહેતું નહિ. એટલે એમણે મને સવારે નવડાવવાનું કામ માગી લીધું. સવારના પહોરમાં મારી ઊંઘ પૂરી થાય ન થાય તે પહેલાં ડોસી આવી પહોંચતા. અડધા ઊંઘટ્ટા મને ઉપાડીને નવડાવવા લઈ જતાં. ખળખળતું ગરમ પાણી પહેલીથી જ તૈયાર કરી રાખ્યું હોય. મોટી કૂંડીમાં એ પાણી આરામ લેતું પડ્યું હોય તેમાં મને દિશાવસ્ત્ર (વસ્ત્રવિહિન) બનાવી ડોસી એક ડૂબકી ખવડાવે. ઝબકીને હું જાગી ઊઠું ને મોટી ચીસ પાડું. ડાડી થોડું ઠંડુ પાણી ઉમેરે. પછી એક-બે-ત્રણ-ચાર લોટા શરિર પર રેડે. હું મોટેથી રડવાનો પ્રયત્ન કરું પણ પાણી મોંમા આવતાં અવાજ અધૂરો – ઉધરસ સાથે મિશ્રિત થઈને નીકળે. ડોસી મને ઊંધો કરીને પાછા ચાર લોટા પાણી રેડે. મોંમાથી પાણી નીકળી જતાં મારો અવાજ પણ બુલંદ બને. ગરમાગરમ પાણીના શેકને લીધે મારા શરિરે રાતો રંગ પકડવા માંડ્યો હોયપણ પૂરેપૂરી જોઈએ તેટલી રતાશ હજી આવી નથી એમ લાગવાથી ડોસી કરકરાજાડા ટુવાલથી ખૂબ જોરથી મારા ડિલને ઘસવા માંડે. એ ઘર્ષણક્રિયા સાથે જ મારી રોદનક્રિયા વેગપકડે.

શિશુવયમાં મારો અવાજ મોટો હતો. તેમાં ઘર્ષણનું ઉદ્દીપન કારણ મળતાં એ ખૂબ મોટો તેમ તીવ્ર પણ બનતો.મારા માતામહનાં માતા તે કાળે જીવતાં હતાં. નેવુંની નજીક પહોંચ્યાં હતાં. પણ થાક્યા વગર ઘરનાં પરચૂરણ કામો કુટુંબીઓના વિરોધ છતાં કર્યે જતાં. તે કાને મારો અવાજ પડતાં એએ ઉમંરે થઈ શકે તેટલી ઝડપથી આવી પહોંચતા.

તારું નખ્ખોદ જાય રે ડોસી’ તારા પોતાના ઘરનાં બધાંને તો વળાવી ચૂકી તે હવે છોકરાને મારી નાખવો છેટુવાલ ઘસીઘસીને એને છોલી નાખ્યો. અભાગણીજોતી નથીછોકરો કેટલો લાલ લાલ થઈ ગયો છે?’
માજીતમને પગે લાગું. પણ આમ દાડે-કદાડે કડવું ન કેતા હો તો?’
પણ છોકરાને આવી રીતે ઘસી નાખવતો?’
આવું લગભગ રોજ થતું. હું મોટો થયો એટલે આ ક્રિયાની ઈતિશ્રી થઈ.

થોડા મોટા થયા એટલે હોળીના દિવસોમાં મહોલ્લાનાં છોકરાઓ વાંસની દોરડીની મદદ વડે ઠાઠડી બનાવતા. તેમાં ઘાસ નાખી માનવ-આકૃતિ જેવી રચના કરી ઉપર વસ્ત્રનો કકડો પાથરતા ને ચાર છોકરા એને ખભે ઊંચકી ગુલાબડોસીના નામની પોક મૂકતા, ‘ઓ રે! મારાં ગુલાબ ડોસી! તમને એકાએક શું થઈ ગયું?’ ઠાઠડી પાછળ છોકરીઓ ચાલતીને ગુલાબડોસી હાય ! હાય ! હાય ! હાય ! ગુલાબડોસી’ એમ કહીને એના નામનાં છાજિયાં લેતી.
એ ઠાઠડી ઊંચકનારો એક છોકરોહડકાયું કૂતરું કરડવાથી મરણ પામ્યો ને છાજિયાં લેનાર બે છોકરીઓ કોઈક અકસ્માતનો ભોગ બની પરલોક સિધાવી ને મોટેરાંઓએ ગુલાબડોસીની ઠાઠડી કાઢવાની કે એનાં નામનાં છાજિયાં લેવાની સખ્ત મનાઈ ફરમાવી.
એકવાર સંક્રાન્તિના પ્રસંગે મારા મોસાળની અગાસી પર હું પતંગ ચગાવવા ચડ્યો હતો. ત્યારે કોઈકનો કપાયેલો પતંગ આકાશમાં ડોલતો ડોલતો ધીમે ધીમે નીચે ઊતરતો આખરે પડ્યો ડોસીના છાપરા પર. અમારી અગાસીની બાજુમાં જ પણ એનાથી થોડેક નીચે ડોસીના ખખડધજ મકાનનુંએ મકાનને અનુરૂપ એવુંછાપરું હતું.
અગાસીમાંથી ભૂસકો મારી ડોસીના છાપરા પર પડેલો પતંગ લઈ આવવાને મેં કમર કસી. યા હોમ કરીને’ પડ્યો પણ છાપરાએ કહ્યું ફતેહ છે આઘે.
આવો અત્યાચાર સહન કરે તે બીજાહું નહિ’ એમ કહેતું હોય તેમ એ છાપરું કમરમાંથી વળી ગયું. પછી ટટ્ટાર થવાનો પ્રયત્ન કર્યો અને આટઆટલો પરિશ્રમ અત્યંત ભારે પડ્યો હોય તેમ આખરે એ તૂટી પડ્યું. એ આવીને પડ્યું તો ખરુંપણ એકલું નહિ. જેનો આરંભમાં સંગાથ કર્યો તેને અંત સુધી સાથ આપવો એવી ઉદાર આર્યનીતિને અનુસરીને છપરાંએ મને પણ પોતાની સાથે લીધો.

થોડાંક આખાંબાકીનાં ભાંગીને અડધાં થઈ ગયેલાં નળિયાંછાપરાંની વાંસની વળીઓસારા પ્રમાણમાં ધૂળ ને કચરો અને હું, ‘મા પાવા તે ગઢથી ઊતર્યા’ નો ગરબો ગાતાં હોય એમ પડ્યાં ગુલાબડોસીના પહેલા માળના ઓરડામાં. જાણે ધરતીકંપ થયો હોય તેમ પહેલાં ધ્રૂજી ઊઠ્યો ઓરડો ને પછી ધ્રૂજી ઉઠયાં ગુલાબડોસી. થોડીવાર તો ડોસી સ્તબ્ધ બનીને જોઈ રહી. પછી મોં ખોલ્યું પણ શરૂઆતમાં મોંમાંથી શબ્દ સર્યો નહિ. આખરે મોટે અવાજે એણે ચીસ પાડી, ‘કોઈ આવો – કોઈ આવો. ઘરમાં ચોર ભરાયો છે ! છાપરા પરથી કૂદી પયડોછે ! મને મારી નાખશે !
ડોસીની બૂમ સાંભળી પાડોશમાંથી પંદરવીસ છોકરાં ને ચારપાંચ આધેડ વયના પુરુષો દોડી આવ્યા પણ ડોસીનાં બારણાં અંદરથી બંધ હતા એટલે બહાર ઊભા રહીને એમણે બારણાં ઠોકવા માંડ્યાં. બારણાં ખોલબારણાં ઉઘાડ!’ લોકોએ શોરબકોર કરી મૂક્યો.
સદભાગ્યે ડોસીએ મને જોયો નહોતો. એની નજર ચૂકવીને કદાચ ભાગી શકાય પણ બારણાં બહાર ભેગા થયેલા લોકોની નજરમાંથી શી રીતે છટકવું તેની વિસામણમાં હું પડ્યો.
અંતે એક યુક્તિ એકાએક સૂઝી આવી. બારણાં ખોલી બારણાની પાછળએની આડશે સંતાઈને હું ઊભો રહ્યો. હુડુડુડુ કરતા છોકરાઓ ને મોટેરાઓ અંદર ઘસી આવ્યા. બધા અંદર આવી ગયા પછી હું પણ બારણા પાછળથી નીકળી સૌ ભેગો ડોસીને આશ્વાસન આપવા ઉપર ગયો.
કાં છે ચોરસાલાને બરાબર સ્વાદ ચખાડીએ ડોસીબોલ તો ખરી ચોર કાં ભરાયો છે?’
હું સું જાણુંઆટલામાં જ હસે.
પણ ચોર જ છે એમ તું સા પરથી કહે છે?’ કોઈકે પૂછયું.
નઈ તારેછાપરું તોડીને બીજો કોણ મારો બાપ આવવાનોતો?’
તારો બાપ નઈ ને તારો દાદોપણ તેં દીઠો હોય તો બોલી મરની?’ એક અધીરા ગૃહસ્થે આસપાસ નજર નાખીને પૂછયું.
અહીં તો કોઈ તારો કાકો બી નથી.’ બીજાએ કહ્યું.
અરે! ડોસીમાને સપનુંબપનું આવ્યું હશે.’ ત્રીજાએ કહ્યું.
અહીં ઊંઘ્યું છ કોણ કે સપનું આવે?’ ડોસીએ કહ્યું.
પણ આ છાપરું તૂટ્યું છ તે તો સપનું નથી કેની?’ એક દોઢડાહ્યાએ શંકા ઉઠાવી.
પવન ઝપાટો લાગ્યો હસે. છાપરામાં કંઈ દમ જેવું બી હતું ખરુંએ તો પવનનો એક ઝપાટો વાયગો ને છાપરું થઈ ગયું રામશરણહવે ચાલો ઘર ભેગા થઈ જઈએ. અહીં કાંઈ કરવાનું નથી.’ એમ કોઈકે કહ્યું ને પછી સૌ ત્યાંથી વીખરાઈ ગયાં.

               - જ્યોતીન્દ્ર દવે

No comments:

Post a Comment