"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 19 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૯/૦૩/૨૦૧૮ અને સોમવાર

જીદ્દી
અપૂર્વનાં એકનાં એક દીકરા મૌલિકનાં લગ્ન લેવાણાં. અપૂર્વ અને પૂર્ણિમા બે ભાઈ બહેન. માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. અને બંને વચ્ચે એક જ બાળક. ફુઈ ફૂવા માતા પિતા બધા માટે એક અનેરો ઉત્સવ હતો. લગ્નને હવે ફક્ત ૨૨ દિવસ રહી ગયા હતા. બધાં જ સારામાં સારી કોશિશમાં લાગેગા હતા કે લોકોને લગ્ન યાદ રહી જાય એવા હોવા જોઈએ.
લગ્નને હવે ફક્ત ૧૦ દિવસ બાકી હતા. અને અચાનક મૌલિકના ફૂવાને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું. સૌથી વધારે એમને હોંસ હતી. પણ કુદરતે કઈક બીજું જ વિચાર્યું હતું. ખુશીની જગ્યા ઉદાસી એ લઈ લીધી. પણ પૂર્ણિમા ફુઈ એ કહ્યું, "લગ્ન અટકાવાશે નહિ." એનાં ફુવાને જ બહુ હોંશ હતી. બધા પાછા કામે લાગ્યા. પૂર્ણિમા ફુઈ એક બાજુ ખૂણામાં બેઠાં રહેતાં હતાં. મૌલિકે એક વાર એમને પપ્પાને કહેતાં સાંભળ્યાં, “હું લગ્નમાં નહિ આવું.” પપ્પાએ માની પણ લીધું.
મૌલિકે કહ્યું, "ફોઈ તમે નહિ આવો તો હું લગ્નનાં માંડવે જ નહિ જાઉં."
"સમાજ બેટા, તારા ફૂવાને ગયે હજી તેર દિવસ નથી થયા."
"સારું, હું ફોઈ વગર લગ્ન નહિ કરું." "સાવ મારા પર ગયો છે, એકદમ જીદ્દી." ફોઈએ બંગલાના ચોકમાં એક ફટાકડો ફોડ્યો. બધી બાજુ ઉલ્લાસ છવાઈ ગયો.

No comments:

Post a Comment