"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday, 27 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૭/૦૩/૨૦૧૮ અને મંગળવાર

વાસી ખબર – પ્રકાશ. બી. પુરોહિત ‘નિર્દોષ’
પત્નીની પ્રસવવેદનાની ચીસો ઓરડાની બહાર સાંભળતા, આમતેમ આંટા મારતા હર્ષદરાયને આવીને દાયણે વધાઈ ખાધી : ‘બાબલો જન્મ્યો છે.’ સાંભળી હર્ષદરાયે તેને પાંચની નોટ બક્ષિસમાં આપી દીધી, અને ફળિયા વચ્ચોવચ્ચ થાળી વગાડી નાચી ઊઠ્યા.
પચ્ચીસ વર્ષ પછી હર્ષદરાય અને તેમનો સુપુત્ર સુગમ મેટરનિટી હૉમના બાંકડે બેઠા હતા. નર્સે આવી કહ્યું : ‘પુત્ર જન્મ્યો છે, તમે દાદા બન્યા છો !’ સાંભળી ખિસ્સામાં હાથ નાખવા જતા હર્ષદરાયને આંખના ઈશારાથી ના પાડી સુગમ બોલ્યો : ‘સારું, સારું તું હવે અહીંથી જા. અમને ખબર જ હતી, પુત્ર જન્મશે એની.’

1 comment: