સંબંધ - અશ્વિન મ. વસાવડા
મધુર અને માધવી વર્ષો પછી મળ્યાં. બંને પડોશમાં રહેતાં હતાં તેથી મળતાંની સાથે જ પોતાનું બાળપણ યાદ કરી વાતોએ વળગ્યાં.
‘આપણે સાથે રમતાં, ઝઘડતાં. તું કેરમની કાંકરી અમારું ધ્યાન ન પડે તેમ ઉપાડી લઈ અંચઈ કરતો. ગોકુળઅષ્ટમીના દિવસોમાં આપણે અનુકાકાની ડેલીમાં કોડીથી તીનપત્તી રમતાં, આપણે બે ભાગ રાખતાં….’
‘હા માધવી, એ ‘ગોલ્ડનડેઈઝ’ હતા. વીક એન્ડમાં અમે ગુજરાતી મિત્રો પિકનિક ઉપર જઈએ ત્યારે અમેરિકામાં પણ હું આ બધું યાદ કરી લઉં છું.’
‘શ્રાવણ મહિનામાં સાથે મળી આપણે પિકનિકમાં જતાં. વહેતા ઝરણામાં આપણે નહાતાં, ભેખડ ઉપરથી પડતા ધોધમાં હું તને ખેંચી જતો. તું રાડારાડી કરી મૂકતી. આન્ટી મને મીઠો ઠપકો આપતાં.’
‘તને યાદ છે, મધુર ? તું મને હીંચકા ખવરાવતો હતો અને હું પડી ગયેલી. મારા કરતાં તું વધારે રડેલો. મમ્મી-પપ્પાને મેં એમ કહેલું કે હું હીંચકા ખાતાં પડી ગઈ. તારું નામ નો’તું આપ્યું. મને પગમાં પ્લાસ્ટર આવેલું. દિવસનો મોટો ભાગ તું, અનુપ, ધરા બધાં મને કંપની આપતાં.’

‘બાય ધ વે’ માધવી, અનુપ અને ધરા ક્યાં છે ?’
‘કેમ, તને ખબર નથી ? એ બંનેએ લગ્ન કર્યાં.’
‘ઓહ, બાળપણના પ્રેમનું સ્વરૂપ બદલ્યું; એમને ?!’
‘હા, આપણે ઘર-ગોખલું રમતાં ત્યારે અનુપ અને ધરા વર-વહુ બનતાં, તું અને હું વર-વહુ બનતાં.’ માધવીથી બોલતાં તો બોલી જવાયું પણ પછી શરમાઈ ગઈ. મધુર એકાએક ઊભો થયો. ‘બહુ વાતો કરી નહીં ? ઓ..કે… ફરી આવીશ ત્યારે જરૂર મળશું…’ અને હા, અનુપ-ધરા મળે ત્યારે મારી યાદ આપજે અને કહેજે ઘર-ગોખલાનાં વર-વહુ.’

થોડા દિવસો પછી અનુપ અને ધરા મળ્યાં. માધવીએ મધુર સાથે થયેલી વાતો કરી અને મધુરે કહેલું તે કહ્યું : ‘ઘરગોખલાનાં વરવહુને યાદી આપજે.’
‘માધવી, મધુર કેવો લાગે છે ?’
‘એકદમ હૅન્ડસમ, જોતાં જ ગમી જાય તેવો.’
‘તો પછી તારે હિંમત કરી….’
‘અનુપ, અમે છૂટાં પડ્યાં પછી મારા મનમાં પણ એવું ઘૂંટાતું હતું… પણ પછી મને થયું કે – ના, બાળપણના નિર્દોષ સંબંધો જીવંત રહે તેમાં મજા છે. પાછાં મળીએ ત્યારે એ જ નિર્દોષ મસ્તી, તોફાનો, એ જ ઘર-ગોખલાંની વાતો કરી આનંદ તો માણી શકીએ….!

No comments:
Post a Comment