"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 14 March 2018

સ્ટિફન હોકિંગ



સ્ટિફન હોકિંગ

ક્વાંટમ ફિઝિક્સ, બ્લેક હોલ, સ્પેસ અને બ્રહ્માંડ સાથે જોડાયેલ રહસ્યો જાણવા જેટલા રોચક હતાં તેટલા જ મુશ્કેલ પણ છે. પરંતુ એક વૈજ્ઞાનિક આવ્યો, ભયાનક શારિરીક બીમારીમાં સપડાયેલો અને વ્હીલચેર પર બેઠા બેઠા જ તેણે અંતરિક્ષ સાથે જોડાયેલા જુના સિદ્ધાંતોને ચેલેન્જ કર્યા હતાં. પરંતુ આજે 76 વર્ષની ઉંમરમાં તેની બીમારીએ તેને હરાવી દીધો. વિચારવા જેવી વાત છે કે આખી દુનિયાને ફિઝિક્સ સાથે જીવવાનું શીખવીને સ્ટીફન મોતથી હારીને પણ જીતી ગયા.


કદાચ તમે આ વૈજ્ઞાનિકના કામ વિશે વધારે ન જાણતાં હોવ પરંતુ આ તસવીર તમે ઘણી વાર જોઈ હશે. તેમણે આધુનિક વિજ્ઞાનના પોસ્ટર બોય માનવામાં આવતાં હતાં. તેની પાછળનું કારણ એ હતું તે તેઓ ઈચ્છતા હતાં કે વધારેમાં વધારે લોકો જાણી શકે કે ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીની દુનિયામાં શું નવું શોધાઈ રહ્યું છે.



પોતાની બીમારીથી ક્યારેય ન હારનાર આ વૈજ્ઞાનિકે થોડા દિવસો પહેલા જ એક સમિટમાં કહ્યું હતું કે, સારૂં થયું મારૂં શરીર બીમાર થઈ ગયું. આ બીમારી પહેલા હું જીવનથી ઘણો કંટાળી ગયો હતો. આ બીમારી પછી મને રોજ એક નવા પડકારનો સામનો કરવા મળ્યો.



8 જાન્યુઆરી 1942ના ઓક્સફોર્ડમાં જન્મેલ સ્ટિફનના પિતા રિસર્ચ બાયોલોજીસ્ટ હતાં અને માતા ઈકોનોમીની સ્ટૂડન્ટ હતી. પરંતુ દ્વીતિય વિશ્વ યુદ્ધના કારણે તેમને માતા સાથે લંડન જવું પડ્યું. તેમને બાળપણમાંથી જ ફિઝિક્સ અને એસ્ટ્રોનોમી અંગે રૂચિ વધારે હતી. તેઓએ ગ્રેજ્યુએશનમાં ફિઝિક્સમાં ટોપ કર્યા પછી કોસ્મોલોજી ભણવા કેમ્બ્રિઝ પહોંચી ગયા હતા. આ દરમિયાન તે પોતાની પહેલી પત્ની જેન વાઈલ્ડને મળ્યાં. પરંતુ આ દરમિયાન હોકિંગનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું.



એક દિવસ જ્યારે તેઓ કોલેજના દાદરા ઉતરી રહ્યાં હતાં ત્યારે પડી ગયાં. ડોક્ટરે તેમની માંસપેશીઓમાં કાંઈક સમસ્યા જણાવી અને વધારે તપાસ કરતાં ખબર પડી કે તેમને ALS એટલે અમાયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ છે. તેમના આખા શરીરમાં લકવો થઈ ગયો અને તે વ્હીલ ચેર પર આવી ગયાં. 1964માં તેમને ડોક્ટરોએ જીવવા માટે માત્ર બે ત્રણ વર્ષ કહ્યાં હતાં. આ બીમારી દરમિયાન તેમણે જેન સાથે લગ્ન કર્યા અને તેમણે 3 બાળકો થયાં. તેમણે 1988માં તેમની પુસ્તક 'અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' પણ લખી નાંખી હતી. આ પુસ્તક તે વખતની બેસ્ટ સેલર હતી.



તેઓ માત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં જ નહીં પરંતુ ટીવી શો અને સિરિયલ્સનો ભાગ બનતાં રહ્યાં. તે તેમના સિંથેટીક અવાજ અને ખાસ અંદાજ માટે જાણીતા બન્યાં હતાં.



હોકિંગે આખી ઉંમર બ્લેક હોલ્સ પર કામ કરતા રહ્યાં. તેમણે જુની માન્યતાને ખોટી ગણાવીને શોધ્યું હતું કે બ્લેક હોલ એક કિરણો કે રેડિયેશન નીકાળે છે જેને પછી હોકિંગ રેડિયેશન તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું. હોકિંગનું સૌથી વધારે પ્રસિદ્ધ કામ છે તે છે 'ધ થિયરી ઓફ એવ્રીથિંગ'.


હોકિંગના જીવન પર આધારિત હોલિવૂડ ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી. જેનું નામ હતું ધ થિયરી ઓફ એવ્રીથિંગ. હોકિંગ હંમેશા કહેતા કે, 'ઈશ્વરને એવો ખેલ પસંદ છે તે એવા સમયે પોતાના પાસા ફેંકે છે જ્યારે તેને કોઈ જોતું નથી.'

આવા મહાન વૈજ્ઞાનિક તારીખ : ૧૪ માર્ચ, ૨૦૧૮ ના રોજ દેવલોક પામ્યા છે. તો આપણે સૌ તેમના સહકારને જીવનભર યાદ રાખીશું.

સ્ટિફન હોકિંગ વિશે વધારે માહિતી માટે મારા મિત્ર શ્રી વિશાલપુરી ગોસ્વામીએ એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયો જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


3 comments: