"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday, 12 September 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૨/૦૯/૨૦૧૮ અને બુધવાર



નમસ્કાર મિત્રો,

બહુ લાંબા સમયથી બિઝી શિડ્યુલ હોવાના કારણે બ્લોગ પર પ્રાર્થના અપડેટ મળતી નહોતી, પણ હવેથી આ પહેલાની જેમ નિયમિત મળવા લાગશે. 

અમદાવાદના ભરતકુમાર ભગતના જીવનની એક સરસ વાત... 

આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે.

ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો.
ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે. બ└મારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી. એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે. 
ભરતભાઈ અને તેમનાં પત્ની, જાગૃતિબહેન, સતત ચિંતામાં રહેતાં હતાં. 

રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા. ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા.

એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો. 
તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે?

બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી.
"તું પાછો આવી ગયો? ચાલ બહાર નીકળ. તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે."
બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.
ભરતભાઈએ એ બાળકને પૂછ્યું, 'તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે?"

અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી.

બાળકે કહ્યું  "હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે. મારું કામ છે અગરબત્તી વેચવાનું, એટલે હું અગરબત્તી વેચું છું. તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે."
બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું, "હું અપંગ છું. ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી. 
મેં તેને પૂછ્યું તો કહ્યું કે તારી ચિંતા હતી, તને કંઈ થઈ જાય તો?

બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી. તું ઘરનું ઘ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે. 
તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે? ના ગમે ને? મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું, છે ને! 
ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે!"

ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો 
પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો.

હું સાવ હળવો થઈ ગયો. મને વિચાર આવ્યો કે હું દીકરાની ચિંતા ખોટી કરું છું. એ મારું કામ નથી.

No comments:

Post a Comment