"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday, 18 October 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૯/૧૦/૨૦૧૮ અને શુક્રવાર

એક પ્રાથમિક શાળાના ૪ થી ૮ વર્ષનાં બાળકોને 'પ્રેમ કોને કહેવાય ?'

એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું. ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. 


એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :


[૧] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે, એને પ્રેમ કહેવાય ! - (રિબેકા, ૮ વર્ષ)


[૨] 'જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !' - (બિલિ, ૪ વર્ષ)


[૩] 
'પ્રેમ એટલે 
તમે કોઈની જોડે 
નાસ્તો કરવા જાઓ 
અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ 
બધી જ એને આપી દો, 
બદલામાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ જ તો વળી પ્રેમ !' 
- (ક્રિસ્ટી, ૬ વર્ષ)


[૪] 
'તમે જ્યારે 
અત્યંત થાકેલા હો 
ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !' 
- (ટેરી, ૪ વર્ષ)


[૫] 
'મારી મમ્મી 
કૉફી બનાવ્યા પછી 
મારા પપ્પાને આપતા પહેલા 
એક ઘૂંટડો ભરીને ચાખી લે છે 
કે બરાબર બની કે નહીં !' 
બસ, એને જ પ્રેમ કહેવાય ! 
- (ડેની, ૭ વર્ષ)


[૬] 
'તમને 
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ 
કોઈ આપે અને 
એ પેકેટ ખોલવાને બદલે 
તમને એ આપનારની 
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !' 
- (બૉબી, ૭ વર્ષ)


[૭] 
'એક છોકરી 
એક છોકરાને કહે 
કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે 
અને એ પછી 
છોકરો રોજે રોજ 
એ શર્ટ પહેરે એ પ્રેમ !' 
- (નોએલ, ૭ વર્ષ)


[૮] 
'એક વૃદ્ધ પુરુષ 
એક વૃદ્ધ સ્ત્રી 
એકબીજા વિશે 
બધું જાણતા હોવા છતાં 
વર્ષો સુધી જોડે રહી શકે 
એને પ્રેમ કહેવાય !' 
- (ટોમી, ૬ વર્ષ)


[૯] 
'મારી મમ્મી 
મને સૂવડાવી દીધા પછી 
મારી આંખ બંધ થયેલી જુએ 
ત્યારે હળવેથી મારા ગાલ પર  પપ્પી કરે છે 
એ જ પ્રેમ !' 
- (કલેર, ૬ વર્ષ)


[૧૦] 
પ્રેમ એટલે 
- મારા પપ્પા કામેથી આવે 
ત્યારે ધૂળ ધૂળ હોય 
અને પરસેવાથી ગંધાતા હોય 
છતાં મારી  મમ્મી એની સામે હસે 
અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે 
- એ જ તો વળી !' 
- (ક્રિસ, ૭ વર્ષ)


[૧૧] 
સવારમાં 
તમે હોમવર્ક કરતા હો 
એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય 
અને પછી આખો દિવસ 
ઘરમાં એકલું છોડી દીધું હોય 
એ ગલૂડિયું 
સાંજે તમે નિશાળે પાછા આવો 
ત્યારે તમારો ગાલ ચાટે 
એને પ્રેમ કહેવાય !' 
- (મૅરી એન, ૪ વર્ષ)

નથી લાગતું 
કે આ ટબૂડિયાઓ પાસે 
પ્રેમ કોને કહેવાય 
એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે  ????


હવે એક નાનકડી વાત...


પડોશમાં રહેતા 
દાદી ગુજરી ગયા 
ત્યારે ચાર જ વરસનો 
એક નાનકડો બાળક દાદાને મળવા ગયો 
એકાદ કલાક પછી 
એ પાછો ઘેર આવ્યો 
ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, 
'બેટા ! 
તેં વળી દાદાને શું કહ્યું ?' 
'કંઈ નહીં મમ્મી !' 
બાળકે જવાબ આપ્યો, 
'એમના ખોળામાં બેસી 
મેં એમને રડવામાં મદદ કરી !' 
બસ, 
આ જ પ્રેમ...

No comments:

Post a Comment