"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday, 5 October 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૦૬/૧૦/૨૦૧૮ અને શનિવાર

Image result for વિચાર


આધુનિક તબીબી વિજ્ઞાન પણ એ કબુલ કરે છે કે વિચારોની અસર શરીર પર પડતી હોય છે. વિચાર દવા બની શકે છે અને વિચાર આંતરિક દવ પણ બની શકે છે. વિચારનું પણ વિજ્ઞાન છે અને એ જાણવું જરૂરી છે. 

     અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. એમણે ફાંસીની સજા પામેલા એક ગુનેગારને સરકાર પાસેથી માગી લીધો. એની હાજરીમાં એક ઝેરી નાગ લાવવામાં આવ્યો અને એને કહ્યું : ‘તને કાતિલ નાગ કરડાવીને મારી નાખવામાં આવશે.’ કેદીની આંખે ચુસ્ત પાટા બાંધવામાં આવ્યા અને પછી એના પગે સોય મારવામાં આવી. કેદી તુરત જ મૃત્યુ પામ્યો. એના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો હ્રદયમાંથી ઝેર નીકળ્યું.

      વિચાર એક પદાર્થ છે. એની રાસાયણિક પ્રક્રિયા શરીર પર થાય છે. ઉપરના કિસ્સામાં કેદીને ખરેખર સાપ કરડાવવામાં આવ્યો નહોતો, છતાં સોયના ચટકાથી એણે માની લીધું કે સર્પે ડંખ દીધો. આ સર્પના વિચારથી તે મૃત્યુ પામ્યો. 

      ધૌમ્ય મુનિનો એક શિષ્ય એકવાર દારૂની લતે ચડી ગયો. પછી એ પસ્તાવા લાગ્યો. એણે ધૌમ્ય મુનિ પાસે આવી આજીજી કરતાં કહ્યું : ‘ગુરુદેવ, મને આ વ્યસનમાંથી બચાવો.’
      ‘એ મારું ગજું નહીં.’
      ‘આપ સિવાય મને કોણ બચાવી શકે?’
      ‘તું પોતે જ તારી જાતને બચાવી શકે.’
      ‘એ કેવી રીતે?’
      ‘જે રીતે વિચારથી તારું પતન થયું છે. એ રીતે જ હવે વિચારો વડે જ તારા અભ્યુદય માટે પ્રયત્ન કર.’
વિચાર બદલાતાં આચાર બદલાવા માંડે છે. જીવનનો પાયો વિચાર છે. મહાત્મા ગાંધીજીના અધ્યાત્મ ગુરુ અને પ્રબળ આત્મા શ્રીમદ્ રાજચંદ્રે સકલ શાસ્ત્રનો મર્મ એક જ પંક્તિમાં કહ્યો છે. પંક્તિ છે:
      ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય, ધન, સ્વયં જ્યોતિ સુખધામ,
      બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’
      આ પંક્તિમાં પણ વિચાર પર ભાર મુકાયો છે. પ્રભુને પામવા અને ગુમાવવામાં સૌથી મોટો ફાળો વિચારનો છે.
                                                                                                                                 – ધૂની માંડલિયા

No comments:

Post a Comment