"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 26 November 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૬/૧૧/૨૦૧૮ અને સોમવાર

Image result for 2000 rs note
એક પ્રખ્યાત વક્તાએ હાથમાં 2000 રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેમને હાથમાં પકડેલી 2000 ની નોટ બતાવતા પૂછ્યું, “કોને આ ૨૦૦૦ રૂ.ની નોટ જોઈએ છે ?”

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એમણે કહ્યું, “ભલે, જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ 2000 ની નોટ આપીશ.

પણ એ પહેલાં મારે કઈક કહેવું છે.” એમ કહી એ 2000 રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો છવાઈ ગયો. ચૂંથેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું, “હજુ પણ આ 2000 ની નોટ કોને જોઈએ છે?”

ફરી હાથ ઉપર થવા લાગ્યા. “ભલે” કહી એમણે એ 2000 રૂપિયાની નોટ જમીન પર ફેંકી દીધી અને તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરીને પૂછ્યું.

“હજુયે આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે ?” છતાંયે બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા.

પછી એમણે કહ્યું, “મારા પ્રિય મિત્રો, આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ. નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમારે તે જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે આનાથી એની કિંમત ઘટશે નહિ. અત્યારે પણ તેની કિંમત 2000 રૂપિયા જ છે.

આવી જ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણયો કે ભૂલને લીધે હતાશ,  નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામાં થઇ ગયા છીએ પણ એવું નથી. કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.”

આમ, નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવું જ માનવજીવનનું પણ છે. સંજોગોને લીધે તે પછડાય, કચડાય – ગમે તે થાય છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી. પૈસાના અભાવે જગત 1% દુઃખી છે, પણ નેગેટિવ ફીલીંગ્સ ના કારણે, 99% લોકો દુઃખી થાય છે.

No comments:

Post a Comment