એક મિત્રનો પુત્ર હમણાં જ કોમ્પ્યુટર એન્જીનીયર થયો છે. 22-23 વર્ષનો દીકરો નોકરી નથી કરતો, ઘરે બેસીને ઈન્ટરનેટ પર કામ શોધે છે અને વિવિધ એપ્લીકેશન્સ અને પ્રોગ્રામ્સ બનાવવાનું કામ પણ ઘરે બેસીને કરે છે.
થોડા દિવસ પહેલાં લંડનની એક કંપની તરફથી એક assignment મળ્યું. નિયત સમયમર્યાદામાં કામ કરવાનું હતું. કમનસીબે એની મોટીબહેન બિમાર થઈ એટલે હોસ્પિટલના ફેરા વગેરે શરુ થયું. આ દીકરાએ લંડનની કંપનીને દિલગીરી સાથે જણાવ્યું કે 'બહેનની બિમારીને લીધે સમયમર્યાદામાં કામ થઈ શકે તેમ નથી. ' ત્વરિત જરૂરિયાત હોય તો બીજા કોઈ પાસે કામ કરાવી લેવા પણ જણાવી દીધું.
બીજા દિવસે એના ખાતામાં થોડાક ડોલર જમા થયા. એને નવાઈ લાગી કે, 'મેં હજુ કંઈ કામ સબમીટ નથી કર્યું તો પણ કંપનીએ પૈસા આપ્યા!'
થોડીક ખુશી થઈ. ઘણીવાર કામ કરાવીને પછી પૈસા આપવામાં ઠાગાઠૈયા થતા હોય છે. એનાથી ઉલટું, અહીં તો કામ પૂરું નહોતું થયું તો પણ પૈસા મળ્યા!
વધુ નવાઇ તો એણે કંપનીનો ઈમેઈલ જોયો ત્યારે લાગી. કંપનીએ લખ્યું હતું કે, 'કામની ઉતાવળ નથી. અઠવાડિયું મોડું થાય તો પણ ચાલે. તમારા ખાતામાં જમા કરાવેલા પૈસા એ તમારા મહેનતાણાના નથી, બહેનની બિમારી નિમિત્તે શુભેચ્છાઓ રૂપે છે. તમારા મહેનતાણાના બધા જ પૈસા કામ પૂરું થયેથી ચૂકવી આપીશું. અત્યારે તમે કામની કોઇ પણ ચિંતા કર્યા વગર બહેનની સારવારમાં સમય આપો !!'
જે દેશમાં પારિવારિક સંબંધોનું ખૂબ જ ઓછું મહત્વ છે એ દેશની કંપની આપણા પારિવારિક સંબંધો પરત્વે કેટલો બધો આદર ધરાવે છે!
ધન્ય છે આવી કંપનીને અને એના સંચાલકને !
No comments:
Post a Comment