"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday, 30 November 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૦૧/૧૨/૨૦૧૮ અને શનિવાર


Image result for kid with 2 apples in hand

એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું. તેના પિતાએ તેને હસતાં કહ્યું, “બેટા, એક સફરજન મને આપ તોય...”

બસ...સાંભળતા જ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!!!!!! થોડુંક મમળાયું...!!!

તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!! તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય...ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું.

બસ ત્યારે તેના આ નાનકડા બાળકે ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા પિતાને કહ્યું “આ લો પપ્પા આ સફરજન વધારે મીઠું છે...!”

કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...

કોઈએ કેટલું સરસ કહ્યું છે. “નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં...!!!!” ફર્ક માત્ર વિચારસરણીનો હોય છે, નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે…

No comments:

Post a Comment