"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 29 January 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૨૯/૦૧/૨૦૧૯ અને મંગળવાર

Image result for EGG


THE EGG by ANDY WEIR (ગુજરાતી અનુવાદ) - અંશ
ઘરે જતી વેળાએ માર્ગમાં તું મૌતને ભેટયો. તે એક કાર અકસ્માત હતો. જો કે એમાં કશું નવું ન હતું, પણ અકસ્માત ઘાતાક હતો. તું તારી પાછળ તારી પત્ની અને બે બાળકોને નોધારા છોડતો ગયો.મૃત્યુ પીડાહીન હતું. ડોક્ટરોએ તને બચાવવા તમામ પ્રયત્નો કર્યા પણ સર્વે વ્યર્થ। તારું શરીર એટલી ગંભીર રીતે ઘવાયું હતું કે તારું મૃત્યુ થયું એ સારું થયું. અને તું મને મળ્યો.
‘શું….શું થયું ?’ તે પૂછયું.  ‘હું ક્યાં છું ?’
‘તારું મૃત્યુ થયું છે.’  સ્પષ્ટપણે મેં કહ્યું. ‘અચાનક…. એક ટ્રકે કાબુ ગુમાવ્યો….’
‘હું….હું મરી ગયો?’
‘હા પણ ખોટું ના લગાડતો। દરેક મરે છે.’ મે કહ્યું.
તે આસપાસ જોયું. એક શાશ્વત શાંતિ હતી. હતાં માત્ર તું અને હું!
‘આપણે ક્યાં છીએ ?’ તે પૂછ્યું.’મૃત્યુની પેલે પાર ?’
‘લગભગ’ મેં કહ્યું.
‘તમે ઈશ્વર છો?’ તે પૂછ્યું.
‘હા,હું ઈશ્વર છું.’ મેં જવાબ આપ્યો.
‘પણ મારા બાળકો…મારી પત્ની…..તેઓ કુશળ તો છે ને ?’ તે પૂછ્યું.
‘હું એ જ જોવા માગતો હતો.’મેં કહ્યું. ‘મૃત્યુની વેળાએ તું તારા કુટુંબનો ખ્યાલ કરતો હતો જે એક સારી વાત છે.’
તે મારી સામે દિગ્મૂઢ થઇ જોયું. તને હું ઈશ્વર જેવો લાગતો ન હતો. હું એક સામાન્ય મનુષ્ય જેવો હતો. કોઈ ખાસ નહિ આમઆદમી જેવો. સર્વશક્તિમાનને બદલે શાળાના વ્યાકરણ શીક્ષક જેવો.
‘ચિંતા ના કર તેઓ ખુશ છે.’ મેં કહ્યું.
‘તારા બાળકો તને એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોશે પણ વ્યસ્તતા વચ્ચે તેમની પાસે તારા વિશે વિચારવાનો સમય નહિ હોય. તારી પત્ની બહારથી આંસુ સારતી જણાશે પણ અંદરખાને રાહત અનુભવતી હશે. સાવ સાચું કહું તો તમારું લગ્નજીવન પડી ભાંગ્યું હતું. પણ આશ્વાસન લેવા જેવું એ છે કે તારાથી મળેલા છુટકારાથી રાહત અનુભવતી તારી પત્ની અંદરખાને એક ગુનાહિત લાગણીથી પીડાતી હશે.
‘ ‘પણ હવે શું? હું સ્વર્ગમાં જઈશ કે નર્કમાં?’ તે પૂછ્યું.
‘ક્યાંય નહિ. મેં કહ્યું. ‘હવે તારો પુનર્જન્મ થશે.’
‘ અરે,એટલે કે હિંદુઓ સાચા છે એમને?’ તે કહ્યું.
‘બધાં જ ધર્મો પોતાના માર્ગ પર સાચા છે.’ મેં કહ્યું. ‘ મારી સાથે ચાલ.’
લાંબી ફલાંગો ભરતા તે મને પૂછ્યું. ‘આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?’
‘વાસ્તવમાં ક્યાંય નહિ.વાતો કરતાં કરતાં ચાલવાની મજા આવે છે.’ મેં કહ્યું.
‘હા, તો તમે પુનર્જન્મની વાત કરતા હતા ને? મારા પુનર્જન્મ વખતેહું તો કોરી પાટી હઈશ.ખરું ને? એક બાળક જેવો! મારા આ જન્મના જ્ઞાન અને અનુભવોનો તો કોઈ મતલબ જ નહિ ને?’
‘એમ નથી.’ મેં કહ્યું.’તારા પૂર્વજન્મોના તમામ અનુભવો અને તે મેળવેલ જ્ઞાન તારામાં પડેલું જ છે. અત્યારે તે તું ભૂલી ગયો છો.’
ચાલતા-ચાલતા અટકી ,તારા ખભે હાથ મૂકી મેં કહ્યું ‘તારો આત્મા ખુબ જ ભવ્ય,સુંદર,વિશાળ અને તારી કલ્પનાથી પર છે. હાલમાં તમે જે છો એનો માત્ર એક નાનકડો હિસ્સો જ તમારું મન અનુભવે છે.પાણી ભરેલા ગ્લાસમાં આંગળી બોળી તે ઠંડું છે કે ગરમ તે નક્કી કરવા જેવી આ વાત છે.ગ્લાસમાં તો તમે માત્ર આંગળી જ મુકો છો પણ આંગળી બહાર કાઢતા તેને થયેલા સઘળા અનુભવ તમે પ્રાપ્ત કરો છો.’
‘ ‘માનવ તરીકે તે 48 વર્ષ વિતાવ્યા છે.આટલા વર્ષોની સ્મૃતિઓ તો બરાબર છે પણ તારા પૂર્વજન્મની અગાધ સ્મૃતિઓને તું અનુભવી શકતો નથી.જો કે હું તને એનો અનુભવ કરાવી શકું છું પણ એનો કોઈ મતલબ નથી.’
‘તો પછી મારા કેટલા પુનર્જન્મો થશે?’
‘ઘણા….ઘણા બધા.અલગ અલગ પ્રકારના જીવના. ‘મેં કહ્યું।.’આ વખતે તારે ઈ.સ.પૂર્વે 540 માં જીવી ગયેલી એક સુંદર ચાઇનીઝ છોકરી તરીકે જનમવાનું છે ‘
‘શું….શું કહો છો?’ તે થોથાવતા કહ્યું. ‘તમે મને ભૂતકાળમાં મોકલી રહ્યા છો?’
‘હા,તમે જેને સમય કહો છો તે ફક્ત તમારા વિશ્વમાં જ અસ્તિત્વ ધરાવે છે. હું જ્યાંથી આવું છું ત્યાં સઘળું જુદું છે.’
‘તમે ક્યાંથી આવો છો?’  તે પૂછ્યું.  ‘હું એક અલગ જ દુનિયામાંથી આવું છું. ત્યાં મારી જેવા અન્ય પણ છે. હું જાણું છું કે તને આ બધું જાણવાની ઈચ્છા હશે પણ પ્રામાણિકતાથી કહું તો તને કશું જ સમજાશે નહિ.’
‘સારું,જવા દો.જો મારો પુનર્જન્મ અન્ય સ્થળે આ સમયે થાય તો એવું ન બની શકે કે કોઈ સમયબિંદુએ પુનર્જન્મ પામેલો હું અને આ જન્મનો હું આમને-સામને આવી જઈએ?’ તે ઉત્કંઠાથી પૂછ્યું.
‘અવશ્ય.. હરપલ આવું જ થઇ રહ્યું છે.તે વ્યતિત કરેલા તમામ જીવનમાંથી તને ફક્ત તારા વર્તમાન જીવનનું જ ભાન છે.તું જાણતો નથી પણ વાસ્તવમાં દરેક ક્ષણે તું તને જ મળી રહ્યો છે.’
‘તો આ બધાનો હેતુ શો?’ તે મૂંઝવણ સાથે પૂછ્યું.
‘તું મને જીવનના અર્થ વિશે પૂછી રહ્યો છે એમ ને?’
‘હા, પણ આ એક વ્યાજબી સવાલ છે’. તે આગ્રહપૂર્વક પૂછ્યું.
મેં તારી આંખોમાં જોયું અને કહ્યું,’ તો સાંભળ.આ વિશ્વનની ઉત્પત્તિ ,આ જીવનનું સર્જન એ સઘળું તેને પરિપક્વ બનાવવા માટે જ મેં સર્જ્યું છે.’
‘તમારો મતલબ સમગ્ર માનવજાત માટે? તમે અમને પરિપક્વ બનાવવા ઈચ્છો છો એમ ને?’ તે પૂછ્યું.
‘ના, ફક્ત તારા માટે જ. મારા તમામ સર્જનો તારા માટે જ છે. અને તને વધુ સમજુ ,વધુ પરિપક્વ અને જ્ઞાની બનાવવા માટે હું તને નવજીવન આપું છું.’
‘ફક્ત મને જ !તો પછી બીજાઓનું શું?’
‘બીજું કોઈ છે જ નહિ.આ જગતમાં માત્ર તું અને હું જ છીએ.’ મેં કહ્યું.
તું શૂન્યમનસ્ક મારી સામે જોઈ રહ્યો પછી પૂછ્યું ,’પણ પૃથ્વી પરનાં બધા લોકો…..?’
‘એ બધા તું જ છો. વિવિધ સ્વરૂપે તારું જ અવતરણ.’
‘શું દરેક જણ હું જ છું !?’
‘હા, હવે તું સમજ્યો.’ તારી પીઠ થાબડી મેં કહ્યું.
‘એટલે કે અગાઉ જન્મી ગયેલ દરેક માનવી હું જ છું ?’
‘હા, અને ભવિષ્યમાં જે જનમવાના છે એ પણ !’
‘તો અબ્રાહમ લિંકન હું છું ?’
‘હા. અને તું જોહન વિલિસ બુથ પણ છો.’
‘હિટલર પણ હું જ?’  ‘હા, તું એ જ હિટલર છો જેણે અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.એ મરનારા લોકો પણ તારું જ સ્વરૂપ હતા.’
‘તો જીસસ પણ હું જ એમ ને?’
‘હા,તું એ જ જીસસ જેને લાખો અનુયાયીઓ છે.આ અનુયાયીઓ એ પણ તારું જ સ્વરૂપ છે.’
તું મૌન થઇ ગયો.
‘હર પળે તે કોઈકને શિકાર બનાવ્યા છે. હકીકતમાં તું જ તારો શિકાર બની રહ્યો હતો. તે કરેલા સઘળા સુકૃત્યો તે તારા માટે જ કરેલા છે. કોઈ પણ મનુષ્યે ભૂતકાળમાં અનુભવેલી કે ભવિષ્યમાં અનુભવશે એ સુખ કે દુઃખ ની ક્ષણ વાસ્તવમાં તું જ અનુભવે છો.’
તે લાંબો વિચાર કરી મને પૂછ્યું, ‘શા માટે? આ સઘળું શા માટે?’ ‘
કોઈક દિવસ તું મારા જેવો બન એ માટે. કારણ કે તારું મૂળ સ્વરૂપ હું જ છું. તું મારો જ એક અંશ છો. તું મારું જ સંતાન છો.’
‘એટલે કે હું ઈશ્વર છું એમ ! હું માની નથી શકતો.’
‘ના,અત્યારે નથી. હાલમાં તો તું એક વણજન્મેલો ગર્ભ છો. હજુ વિકસી રહ્યો છો. દરેક મનુષ્યનું જીવન જીવ્યા-અનુભવ્યા પછી તું જનમવા માટે પરિપક્વ બનીશ.
‘એટલે કે આ સકલ બ્રહ્માંડ એ માત્ર ……!’ તે આશ્ચર્યચકિત થઇ પૂછ્યું.
‘માત્ર એક ઈંડું -એક અંશ.’
‘તારા હવે પછીના જન્મ માટે નો સમય થી ગયો છે.’ એમ કહેતા હું તને તારા માર્ગે મોકલું છું.

No comments:

Post a Comment