"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 7 March 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૦૮/૦૩/૨૦૧૯ અને શુક્રવાર


શિક્ષકે એકવાર એક ખીલી પાણીમાં નાખી...પછી વિદ્યાર્થીઓને પૂછ્યું ખીલીનું શું થયું..?? 
વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો ખીલી ડૂબી ગઈ...

પછી બીજીવાર શિક્ષકે લાકડું પાણીમાં નાખ્યું...પછી ફરી વિદ્યાર્થીઓને પૂછ્યું લાકડાનું શું થયું..??
વિદ્યાર્થીઓએ અવલોકન કરી જવાબ આપ્યો કે લાકડું તરવા લાગ્યું...

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે...આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..??

ત્યારે શિક્ષકે ડૂબી ગયેલી ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી...પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...

શિક્ષકે બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ...તો આપણે તરી જઈએ...

કોઈપણ રીતે, કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે  જોડાયેલા રહેવું...

આપણે સહુ એક ખીલી જ છીએ...

સમાજરૂપી લાકડામાં જોડાયેલા રહીશું તો ડૂબવાની ચિંતા નહી રહે...

No comments:

Post a Comment