"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 11 March 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૧૨/૦૩/૨૦૧૯ અને મંગળવાર

કર્મનો સિદ્ધાંત 

આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..લાલસા જાગી..આંખ તો ફળ તોડી ન શકે તો પગ ગયા ફળ તોડવા..પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..

આમ, જેને દેખ્યું એ ગયું નહિ,જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ,જેને ખાધું એને રાખ્યું નહિ,ફળ તો ગયું પેટમાં..

હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..પીઠ કહે,હાય..મારો શું વાંક?

પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..

કારણકે ફળ તો પહેલા આંખે  જ જોયું હતું ને??

આ છે કર્મનો સિદ્ધાંત...

No comments:

Post a Comment