"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 8 March 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૦૯/૦૩/૨૦૧૯ અને શનિવાર

નાની નાની વાતો
          (૧)
એકવાર ગામવાળાએ નિર્ણય લીધો કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરીશું, પ્રાર્થના કરવાને દિવસે બધાં એક જગ્યાએ ભેગા થયા પરંતુ એક બાળક પોતાની સાથે છત્રી પણ લઈને આવ્યો.

આને કહેવાય આસ્થા
         (૨)
જ્યારે તમે એક બાળકને હવામાં ઉછાળો છો તો તે હસે છે કારણકે તે જાણે છે તમે તેને પકડી લેવાના છો.

આને કહેવાય વિશ્વાસ
         (૩)
પ્રત્યેક રાત્રિએ જ્યારે સુવા માટે જઈએ છીએ ત્યારે એ વાતની કોઈ ગેરંટી નથી હોતી કે સવાર સુધી આપણે જીવતાં રહીશું કે નહી છતાં પણ આપણે ઘડિયાળમાં એલાર્મ મૂકી સુઈએ છીએ.
આને કહેવાય આશા
        (૪)
આપણને ભવિષ્યની કોઈ જાણકારી નથી છતાં પણ આપણે આવતીકાલને માટે મોટી મોટી યોજનાઓ બનાવીએ છીએ.
આને કહેવાય આત્મવિશ્વાસ
        (૫)
આપણે જોઈ રહ્યાં છીએ કે દુનિયા મુશ્કેલીઓથી ઝઝૂમી રહી છે છતાં પણ આપણે લગન કરીએ છીએ.
આને કહેવાય પ્રેમ
        (૬)
એક ૬૦ વર્ષની ઉંમરના વ્યક્તિના શર્ટ ઉપર લખ્યું હતું. "મારી ઉંમર ૬૦ વર્ષ નથી, હું તો ફક્ત ૧૬ વર્ષનો જ છું,૪૪ વર્ષનાં અનુભવ સાથે."
આને કહેવાય અંદાઝ

"જીવન ખૂબ સુંદર છે. એને સર્વોત્તમ કામ માટે જીવીએ"

"બિખરને દો હોંઠો પે હંસી કે ફુવારે દોસ્તો, પ્યાર સે બોલને સે જાયદાદ કમ નહીં હોતી"

"માણસ તો દરેક ઘરમાં પેદા થાય છે, બસ માણસાઈ જ ક્યાંક ક્યાંક જન્મ લે છે"

No comments:

Post a Comment