"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 4 April 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૦૫/૦૪/૨૦૧૯ અને શુક્રવાર


સવાર સવારમાં પતિ પતિનો ઝગડો થઈ ગયો. પત્ની ગુસ્સામાં બોલી : બસ, ઘણું સહન કરી લીધું, હવે એક મિનિટ પણ તમારી સાથે નહિ રહી શકું, હું આજે જ મારી માં ના ઘરે જતી રહીશ.

પતિ પણ ગુસ્સામાં હતો. એ બોલ્યો,“હું પણ તને સહન કરીને કંટાળી ગયો છું.” અને આટલું કહીને પતિ ગુસ્સામાં જ ઓફિસે જતો રહ્યો.

ત્યારબાદ પત્નીએ પોતાની માં ને ફોન કર્યો અને કહ્યું, કે તે બધું છોડીને બાળકો સાથે પિયર આવી રહી છે. અને હવે વધારે સમય સુધી આ નરકમાં નઈ રહી શકે. 

એને સમજાવ્યું અને કહ્યું, કે દીકરી તું વહુ બનીને આરામથી ત્યાં જ બેસ, તારી મોટી બહેન પણ પોતાના પતિને છોડીને આવી હતી, અને આવી જ જીદ્દને કારણે છૂટાછેડા લઈને બેસી છે. હવે તે પણ એ નાટક શરુ કરી દીધું છે. ખબરદાર જો તેં અહીં પગ પણ મુક્યા છે તો, સમાધાન કરીને તારા પતિ સાથે રે, એ એટલો પણ ખરાબ નથી.

માં એ લાલ ઝંડો દેખાડ્યો તો દીકરીના હોશ ઠેકાણે આવી ગયા. અને એ જોર જોરથી રડવા લાગી, જયારે રડીને થાકી ગઈ તો એનું દિલ હળવુ થઇ ગયું હતું. 

એણે પતિ સાથે ઝગડાની ઘટના વિચારી, તો એમાં એની પોતાની પણ ભૂલ એને જોવા મળી. ત્યારબાદ તે હાથ મોં ધોઈને ફ્રેશ થઇ અને પતિની પસંદનું જમવાનું બનાવવાનું શરુ કરી દીધું. અને સાથે જ એ વિચારીને સ્પેશિયલ ખીર પણ બનાવી કે તેમને ખીર પણ ઘણી પસંદ છે. એણે વિચાર્યુ કે સાંજે પતિ પાસે માફી માંગી લઈશ. પોતાનું ઘર તો પોતાનું જ હોય છે.જયારે પતિ સાંજે ઘરે આવ્યો તો પત્નીએ એનું સારી રીતે સ્વાગત કર્યુ, જાણે કે સવારે કંઈ થયું જ નહતું. પતિને પણ આશ્ચર્ય થયું.જમ્યા પછી પતિ જયારે ખીર ખાઈ રહ્યો હતો ત્યારે બોલ્યો, ડિયર, ક્યારેક કયારેક હું પણ વધારે ગુસ્સે થઈ જાવ છું. તું એને દિલ પર ન લીધા કર, માણસ છું, ગુસ્સો આવી જ જાય છે.પતિ દિલથી પત્નીનો આભાર માની રહ્યો હતો, અને પત્ની દિલમાં ને દિલમાં જ પોતાની માં ને દુઆઓ આપી રહી હતી, જેની કઠોરતાને કારણે તેને પોતાનો નિર્ણય બદલવા પર મજબુર કરી દીધી. નહિ તો લાગણીશીલ થઈને લીધેલો નિર્ણય એનું ઘર તબાહ કરી નાખત.

મિત્રો, જોયું તમે, થોડી જ સમજદારીથી સંબંધ બચી શકે છે. કયારેય તમે ધ્યાન આપ્યું છે કે, જે નાની નાની વાતો પર આપણે ઝગડો કરીએ છીએ, અસલમાં તે મહત્વપૂર્ણ નથી હોતી. મહત્વપૂર્ણ હોય છે આપણો અહંકાર, જે આપણને નડે છે. જયારે બે પરિવાર વચ્ચે કે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ હોય ત્યારે અહંકાર તો વચ્ચે આવવાનો જ છે. આપણે આપણા સંબંધોબચાવવા માટે પ્રયત્ન જરૂર કરવા જોઈએ. ભૂલ તમારી છે કે બીજાની એનાથી શું ફરક પડે છે. સાહેબ, સંબંધ તો તમારા બંનેનો છે ને, અહીં જોવા જેવી એક વાત એ છે કે પત્નીની માં ની સમજદારી જેમણે થોડા કઠોર થઈને સાચો રસ્તો બતાવ્યો.

જો માં બાપ પોતાના લગ્ન કરેલી દીકરીની દરેક સાચી કે ખોટી વાતોને સપોર્ટ કરવાનું બંધ કરી દે કે તેની જિંદગીમાં દખલ દેવાનું બંધ કરી દે, તો કેટલાય પતિ પત્નીના સંબંધો તૂટતા બચી જાય.

2 comments: