"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 23 September 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૨૩/૦૯/૨૦૧૯ અને સોમવાર

Image result for શ્રાદ્ધ

શ્રાદ્ધ શા માટે કરવાનું ?

શું આપણા ઋષિઓ પાગલ હતા ? કે કાગડા માટે ખીર બનાવવાની ? અને તેને આપીએ તો પૂર્વજો ને મળે ? 

ના, ઋષિઓ કાન્તિકારી વિચારધારા અને પ્રકૃતિનું રક્ષણ કરવા વાળા હતા.

આ છે ખરું કારણ.

તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ? કે કોઈને ઉગાડતા જોયો છે ?

પીપળા કે વડનાં બીજ ક્યાંય મળે છે ? જવાબ છે ના.

વડ કે પીપળાનાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે 
કારણકે પ્રકૃતિ/કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે.

બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિં.

કાગડા તે ખાય ને વિષ્ટામાં(ટોયલેટ જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે. (તમે અમુક વડલા, પીપળા ધાબાની છત પર પણ ઉગતા જોયા હશે) કારણ કાગડાએ ત્યાં ચરક કરી છે.

પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક ઓક્સિજન છોડે છે અને વડના ઔષધીય ગુણો અકલ્પનિય તેમજ અદભુત છે.

જો આ બે વૃક્ષો જીવાડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે. એ કેમનું ?

કાગડા ભાદરવા મહિનામાં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓએ કાગડાના બચ્ચાઓને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાધ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય...

આપણા ઉત્સવો, પરંપરાઓ તેમજ રૂઢીઓમાં સમાયેલું વિજ્ઞાન જાણીને પછી શ્રાધ્ધ કરજો પ્રકૃતિનાં રક્ષણ માટે અને એક વાત ક્લિયર છે કે જ્યારે જ્યારે વડ પીપળો જોશો તો પૂર્વજો યાદ આવશે જ...

ઋષિઓએ આપણી(માનવ્યની) અને પ્રકૃતિ રક્ષા માટે અલગ અલગ ઉત્સવો અને પરંપરાઓને આપણી શ્રદ્ધા સાથે ગોઠવીને ન ખબર પડતાં આપણને કૃતજ્ઞતા વ્યકત કરતા શીખવી દીધું...

No comments:

Post a Comment