"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 27 September 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૨૮/૦૯/૨૦૧૯ અને શનિવાર

Image result for શિક્ષક


શિક્ષકોનું કામ સૌથી વધારે કપરું હોય છે, એમણે પોતાને અપડેટ રાખીને વિદ્યાર્થીઓને ભણાવવાનાં હોય છે. પોતાનાં મૂડ સ્વીંગ્સની અસર વિદ્યાર્થીઓ પર ન પડે એ માટે કાળજી રાખવાની હોય છે. આવા સમયે એમણે ચોક્કસ ડાયેટ ફોલો કરવું જોઇએ. આ ડાયેટ ફોલો કરવાને કારણે એમનું એનર્જી લેવલ જળવાયેલું રહે છે, એમનાં મૂડ સ્વીંગ્સ કંટ્રોલમાં રહે છે અને સાથે એમને વિટામિન્સ અને પ્રોટીન્સ પણ યોગ્ય માત્રામાં મળી રહે છે. આ વાત ભૂમિ રસેશ શાહે શિક્ષકો માટે યોજાયેલા એક સેમિનારમાં કહી હતી.

ભૂમિ શાહે જણાવ્યું કે-ગુરૂ પૂર્ણિમા પર શિક્ષકને જો કોઇ ભેટ આપવી હોય તો એક ડાયેટ ચાર્ટ ભેટમાં આપો. આખો દિવસ બાળકો, સ્કૂલ કે કોલેજની વચ્ચે પસાર કરતા શિક્ષકો પોતાનાં સ્વાસ્થ્ય માટે સમય ફાળવી શકતા નથી. એમની પાસે પ્રોપર ડાયેટ ફુડ બનાવવા માટેનો સમય પણ હોતો નથી.જો એમની પાસે સરળતાથી ફોલો કરી શકાય એવો ડાયેટ ચાર્ટ હોય તો એમનું સ્વાસ્થ્ય તો સારું જ રહે છે પણ વિદ્યાર્થીઓ સાથેનું અનુસંધાન પણ વધારે મજબૂત થઇ જાય છે.

{શિક્ષકોએ સ્ટ્રેસ દૂર કરવા શું ખાવું જોઇએ?
બદામ સ્ટ્રેસ દૂર કરવામાં મદદરૂપ થાય છે. એમાં રહેલા વિટામિન બી અને વિટામિન ઇને કારણે મિનરલ્સ જળવાયેલા રહે છે, એનર્જી લેવલ વધે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. ડાર્ક ચોકલેટ પણ સ્ટ્રેસ લેવલમાં ઘટાડો કરી શકે છે. ચોકલેટ સેરેટોનિન વધારે છે. આ સાથે એનામાં રહેલા મેગ્નેશિયમ મસલ્સ માટે સારાં ગણાય છે.

{એનર્જી લેવલ જાળવેલું રાખવા શું કરવું જોઇએ?
સવારે બ્રેકફાસ્ટ કરવો ફરજીયાત છે પણ જો બ્રેકફાસ્ટનો ટાઇમ ન મળે તો સવારે એક કેળું ખાઇ લેવું જોઇએ. કેળામાં ઓલ મિનરલ્સ રહેલા છે. એને છોટા પેકેટ-બડા ધમાકા કહી શકાય. બ્રેઇનને કામ કરવા માટેની સુગર પણ કેળામાંથી મળી રહે છે. આ સાથે સ્કૂલ કે કોલેજમાં નાસ્તો સાથે રાખવો જોઇએ. નાસ્તામાં ઓટ મિલ્સ, સ્પ્રાઉટ્સ, મસાલા ખાખરા સાથે રાખી શકાય. ન્યૂટ્રીબાર, તલ-શીંગની ચીકી, વેજીટેબલ પનીર પરાઠા પણ નાસ્તામાં ખાઇ શકાય.

આ સાથે એનર્જી વધારવા માટે દિવસમાં બે વાર ગ્રીન ટી કે કોફી પણ પી શકાય. એમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ મૂડ ચેલેન્જર તરીકે વર્તે છે. જે એનર્જેટિક ફિલ આપે છે અને સાથે સ્ટ્રેસ લેવલ પણ ઓછું કરે છે.

{પાણી વોકલ કોડને લ્યૂબ્રિકેટ કરે છે, જેથી બોલવામાં સરળતાથી રહે
શિક્ષકો, પ્રોફેસર્સ અને આચાર્યએ સૌથી વધારે પાણી પીવું જોઇએ. એક પિરિયડ પૂરો થાય અને બીજો શરૂ થાય એની વચ્ચે એમણે પાણી પીવાનું રાખવું જોઇએ. પાણી વોકલ કોડને લ્યૂબ્રિકેટ કરે છે અને એને કારણે યોગ્ય માત્રામાં મ્યૂકલ્સ ઉત્પન થાય છે. જે બોલવામાં સરળતા કરી આપે છે.

No comments:

Post a Comment