"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 18 December 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૧૯/૧૨/૨૦૧૯ અને ગુરુવાર

Image result for મદદબોધકથા


*એક ઉંદર એક ખાટકીના ઘરમાં દર બનાવીને રહેતો હતો...*🐭

*એક દિવસ ઉંદરે જોયું કે ખાટકી અને એની પત્નિ એક થેલામાંથી કંઇક કાઢી રહ્યાં હતા. ઉંદરે વિચાર્યુ કે કદાચ કંઈ ખાવાની ચીજ હશે..*🥮

*ઉત્સુક્તાવશ ઉંદરે જોયું તો એમણે જાણ્યું કે થેલામાં તો ઉંદર પકડવાનું પાંજરું હતું..*🗑

*ખતરાથી સાવધાન થઈ ઉંદર ભાગ્યો પછવાડે જઈને કબૂતરને વાત કરી ઘરમાં ઉંદર પકડવાનું પાંજરૂં આવી ગ્યું છે...*🕊

*કબૂતર મજાક ઉડાવીને કીધું કે એમાં મારે શું ? મને થોડો એમાં પૂરશે..*🐭

*નિરાશ ઉંદરે આ વાત મરઘાને બતાવી..*🐔
*મરઘાએ ઉંદરની ઠેકડી ઉડાડી કહ્યું "જા ભાઈ આ મારી સમસ્યા નથી."*

*હતાશ થઈને ઉંદર વાડામાં બકરાને આ વાત કરી બકરો તો હસવા લાગ્યો..*🐐

*એ જ રાતે પાંજરામાં "ખટ્ટાક" દઇને અવાજ આવ્યો, જેમાં એક ઝેરીલો સાપ ફસાય ગયો હતો..*🗑🐉

*અંધારામાં સાપની પૂછડીને ઉંદર સમજીને ખાટકીની બૈરીએ એને ખેંચી કાઢ્યો સાપે એને ડંખ માર્યો..*

*બૈરીની તબિયત બગડી એટલે ખાટકીએ વૈદ્યને બોલાવ્યો.. વૈદ્યે એની બૈરીને કબૂતરનું સૂપ પીવરાવવાનું કીધું..*

*હવે કબૂતર તપેલામાં ઉકળતું હતું..*

*ખબર સાંભળી એના સગાવહાલાં આવ્યા જેમના ભોજન માટે મરઘાને કાપ્યો..*

*થોડા દિવસ પછી ખાટકીની બૈરી સ્વસ્થ થઈ ગઈ એની ખુશીમાં એ માણસે પોતાના બધા શુભચિંતકોના માટે ભોજન સમારંભ ગોઠવ્યો અને બકરો કાપ્યો...*

*ઉંદર હવે દૂર.. ઘણો દૂર.. જતો રહ્યો હતો..*

*બીજી વખત કોઈ તમને એમની પોતાની સમસ્યા બતાવે અને તમને એમ લાગે કે આ મારી સમસ્યા નથી તો પણ એમને પહેલા સાંભળજો...પછી વિચારજો..બની શકે તો સહયોગ કરજો..*

*સમાજનું એક અંગ, એક વ્યક્તિ, એક સ્ત્રી, બાળક કે વૃધ્ધ તકલીફમાં હોય તો સમજી લેજો પૂરો સમાજ તકલીફમાં છે..*

*કોઈની સમસ્યા નિવારણ ના થઈ શકે તો મહેરબાની કરી એની મજાક ઉડાડવી યોગ્ય નથી..*

*કરતો કરાવતો ઈશ્વર છે, આપતો કેવળ નિમિત્ત માત્ર છો..*

🌷💖🌷

No comments:

Post a Comment