"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 15 January 2020

પ્રેરણાદાયક લેખ : તા - ૧૬/૦૧/૨૦૨૦ અને ગુરૂવાર


એક વખત એક આઈએએસ અધિકારી તેમની છ માસની દીકરી અને પત્ની સાથે પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. અચાનક કાર એક ઝાડ સાથે અથડાઈ. એક્સિડન્ટ કેવી રીતે થયું તે આજ સુધી ખબર નથી. પરંતુ કારના આગળના ભાગે ખૂબ નુકશાન થયું. પતિ-પત્નીને એક ખરોચ પણ ના આવી.. પરંતુ પેલી બાળકીને માથામાં ઇજા થઇ.  પાછી આ બાળકી પણ એ અધિકારીને લેટ ચાઈલ્ડ હતું. અને બીજા બાળકની કોઈ આશા પણ ન હતી. એમના ઉપર આ અકસ્માત થી  દુઃખ નો કોઈ પાર નહીં. જાણે માથે આભ તૂટી પડ્યું. બાળકી બચી તો ગઈ પરંતુ માથાની ગંભીર ઈજાથી એનામાં ખામી સર્જાય. એની સાંભળવાની અને જોવાની ખામી ઉભી થઈ. સારવાર ખૂબ લાંબી ચાલી. ડૉક્ટરોની લાંબી સારવાર થી એ બાળકી સારી થઈ. સામાન્ય બાળકી રહી. હોંશિયાર ના બની પરંતુ નોર્મલ તો રહી. એના દરેક કામ જાતે કરતા થઈ. એક ચમત્કાર જેવું થયું.

એમના એક ખાસ મિત્ર એક વખત એ બાળકી ની ખબર જોવા ગયા ‌. વાતો વાતોમાં એમણે પૂછ્યું," તમે મંદિરમાં જતા નથી કોઈ માનતા કે મન્નત મા માનતા નથી. ક્યારેય કોઈ દેરી કે દરગાહ પર માથું ટેકવતા પણ જોયા નથી! તો આ ચમત્કાર પાછળ , દિકરી સારી થઈ ગઈ એના માટે કોનું પૂણ્ય માનશો??"

"એ પૂણ્ય કોનું હશે એ ખબર નથી પરંતુ હા આના માટે હું એક વાતને સમર્થન આપું છું. મેં જ્યારે પણ મારા ફિલ્ડ માં શાળાઓની મુલાકાત લીધી છે ત્યારે સરકારી શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન યોજના માં સારું ભોજન મળે તે માટે દરેક શિક્ષક, આચાર્ય, સંચાલક અને જવાબદાર અધિકારીઓ ને ખૂબ કડકાઈ થી સારું ભોજન મળે તેનુ ધ્યાન રાખ્યું હતું. બાળકો ના મુખનો કોળિયો એમને મળે તે બાબતે કાળજી રાખી અને મધ્યાહન ભોજન યોજનામાં બાળકો ને સારું જમાડયુ એનો એ ચમત્કાર હશે!! એ કડકાઈ થી લાખો બાળકો ને સારું જમવાનું મળ્યું હશે. એનું જ એ પુણ્ય હશે કે મારી દિકરી  બચી.  જેનાં માટે ડોક્ટરો એ પણ આશા છોડી દીધી હતી."


"સમાજમાં માન્યતા છે કે મા-બાપ ના મૃત્યુ પાછળ 500 લોકોને જમાડવાનું પુણ્ય મળે છે. જો MDM મા એક વર્ષ દરમિયાન 300 બાળકો ની  60000 ડીશો  ન જમાડવાનું અથવા કાપકૂપ કરીને ખવડાવવાનું પાપ કેટલું લાગે? બાળકો ના મુખનો કોળિયો ઝુટવવો એનાથી મોટું કોઈ પાપ ન હોય". એ આઈએએસ અધિકારી નાયબ કલેકટર હતાં ત્યારે આ ઘટના બની. એમના આ મિત્ર એટલે અમારા હાલના દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી આર કે પટેલ સાહેબશ્રી.

દાહોદ જિલ્લામાં નીતિ આયોગ દ્વારા એસ્પિરેશન ડિસ્ટ્રીક અંતગર્ત છેલ્લા બે વર્ષથી શૈક્ષણિક અભિવૃદ્ધિ માટે અને દેશના ૧૧૭ જિલ્લામાં  શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરીને શિક્ષણ માં ક્રાંતિ લાવવા પ્રયત્ન શીલ છે. દરરોજ એક શાળામાં મુલાકાત લે છે.  દાહોદ જિલ્લાની સમસ્યાઓ અને તે માટે શું કરી શકાય તેના અનુસંધાને તેમણે આજે આપેલા  શિક્ષણ વિશે ના વિચારો..

 શાળાનું સંકુલ સારું હશે તો બાળકો શાળામાં આવે , આવે અને આવે જ ..
 શાળા માં મધ્યાહન ભોજન યોજના માં સારું ભોજન મળે તો પણ બાળકોની ગેરહાજરી દૂર કરી શકાય.
 પીવાના પાણીની સુવિધા, ટોઈલેટની સારી વ્યવસ્થા, ઓરડા ની સ્વચ્છતા, સજાવટથી પણ બાળકો આકર્ષાય.
 શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવડી દિવાલ છે? શેની દિવાલ છે? શેની હોવી જોઈએ શેની નહીં! બાળકનો ગમો અણગમો, તેની વાતમાં ધ્યાન ન આપવાની વાત, એની વાતમાં કાળજી ન લેવાની વાત, એને તૂચકારવો વગેરે થી શાળામાં બાળકો અભ્યાસ છોડી દે છે.. અથવા શાળામાં નથી આવતાં..
 એવું શું બગાડો છો કે બાળકો ને શાળાએ આવવું ગમતું નથી?
 બાળકો ની હાજરી માટે તમે જાતે જવાબદાર છો.  એને શાળાનું ગંદું ગમતું નથી પરંતુ માના હાથનો સૂકો રોટલો ગમે છે.
 બાળક શાળાએ કેમ નથી આવતું? દરેક બાળકનું શાળામાં ન આવવાનું ચોક્કસ કોઈ કારણ છે. એના માટે આપણે જવાબદાર છીએ ‌‌.
 મધ્યાહન ભોજન ખૂબ જ અગત્યનું છે.  શિક્ષક ના હશે તો ચાલશે પરંતુ સારું ભોજન ખૂબ જ જરૂરી છે.
શાળા ની ગ્રાન્ટ આચાર્ય કે  શિક્ષકો માટે નથી પરંતુ બાળકો માટે છે. શૈક્ષણિક મટિરિયલ ના અભાવે બાળકો ને શિખવા નથી મળતું. ( ઉદા.વિદ્યુત વહનનો પાઠ)
 શિક્ષકઆપણે આપણlનથી સુધારવી. વાલી બાળકને ભણાવીને મોકલી દે અને આપણો પગાર સલામત રહે.
 અહીં બેઠેલા  બધાંના વાલી ભણેલા ન હોય તો વિચારો આપણે કેવી રીતે ભણ્યા. તો આપણે પણ આ અર્ધ શિક્ષિત વાલીઓ ના બાળકોને ભણાવવા જોઈએ. હોંશિયાર બાળકો માટે કશુંક કરો.
 શિક્ષણ રસપ્રદ ન હોય તો બાળકો ન આવે! આકર્ષણ ન હોય તો બાળકો ન અાવે. ચિલાચાલુ, એકની એક જ મેથડથી બાળકો ને ન ભણાવો.  આકર્ષણ ઉભું કરતા શીખો. ( ઉદા..... )
 જે બાળકના ગુણ નથી આવતાં તેનું કારણ સારા શિક્ષણ નો અભાવ... દરેકે પોતાની શાળાના નેગેટિવ  પોઈન્ટ ક્યાં? પોઝિટિવ પોઈન્ટ કયા?  શાળામાં વિદ્યાર્થી બનીને જવું અને શું જરૂરી છે એની યોજના બનાવો..
 બાળકો માટે ઉપયોગી શૈક્ષણિક સાધન સામગ્રી બનાવો. સામગ્રી ખરીદો. પછી જુઓ કે બાળકો શાળામાં આવે છે કે નહીં! આપણે આપણી ખામીઓ તરફ જોયું નથી!
 ભવિષ્ય સારુ બનાવવા હશે તો તેના માટે 5 થી 13 વર્ષની ઉંમરે બાળકોને સારુ ભોજન આપવાની જવાબદારી શાળાની છે.
 ક્વોલિટી એજ્યુકેશન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
 શાળામાં અવનવી રમતો, બાળગીતો , સાંસ્કૃતિક કાર્યક્રમો, સારા ચિત્રો બનાવવા, અવનવી  વાર્તાઓ કહેવી વગેરે દ્વારા વિવિધતા લાવવાનો પ્રયાસ કરો..( ઉદા. મદારી નું)
દિલીપભાઈ પટેલ
નાની ખજૂરી પ્રાથમિક શાળા, દેવગઢ બારિયા

No comments:

Post a Comment