"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 24 January 2020

પ્રેરણાદાયક લેખ : તા - ૨૫/૦૧/૨૦૨૦ અને શનિવાર


ઓમાનના સુલતાન કાબુસજીએ ગઈ કાલે આ દુનિયામાંથી વિદાઈ લીધી. એમના વિશે વાંચતા એક ખૂબ જ રસપ્રદ આર્ટિકલ કે જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન શંકર દયાળ શર્માની ઓમાન મુલાકાત વિશે હતો એ ધ્યાન પર આવ્યો. 

ઓમાનના સુલતાન કાબુસ અન્ય દેશમાંથી એમની મુલાકાતે આવનારા પ્રધાનમંત્રી/રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરવા કદી જતા ન હતા, ભલે ને એ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાથી આવ્યા હોય; તો પણ નહીં. 

પરંતુ, એ સમયે ઓમાનના રાજા એવા સુલતાન કાબુસ ભારતના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા જાતે એરપોર્ટ પર ગયા. એટલું જ નહીં, જેવું વિમાન રનવે પર લેન્ડ થઈને એરપોર્ટમાં પાર્ક થયું, તુરંત તેઓ વિમાનમાં અંદર ગયા અને આપણા દેશના રાષ્ટ્રપતિની સાથે વિમાનની બહાર આવી ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું. એરપોર્ટ પર બન્ને મહાનુભવોને લઈ જવા દ્રાઈવર સાથેની વૈભવી સરકારી મોટરકાર હાજર હોવા છતાં સુલતાન કાબુસ તેમની પ્રાઇવેટ મોટરકારમાં જાતે હંકારીને ભારતના રાષ્ટ્રપતિને બેસાડી પોતાના શાહી મહેલમાં તેડી ગયા.

ત્યારબાદ આયોજિત પત્રકાર પરિષદમાં પત્રકારોએ જ્યારે સુલતાન કાબુસને પૂછ્યું કે "તમે ભારતના રાષ્ટ્રપતિ માટે આટલા બધા નિયમો (પ્રોટોકોલ) કેમ તોડ્યા?" તો એમણે જવાબ આપ્યો કે, " હું શ્રીમાન શંકર દયાળ શર્માજીને એરપોર્ટ પર સ્વાગત કરવા એટલા માટે નહોતો ગયો કે તેઓ ભારતના રાષ્ટ્રપતિ છે. હકીકત એવી છે કે મેં શિક્ષણ ભારતમાં મેળવ્યું છે.  એ દેશમાં હું ઘણું બધું શીખ્યો છું. જ્યારે હું પુના શહેરની કોલેજમાં વિદ્યાર્થી હતો ત્યારે શ્રીમાન શંકર દયાળ શર્માજી મારા અધ્યાપક હતા. મેં જે કર્યું એનું એક માત્ર કારણ મારો મારા શિક્ષક પ્રત્યેનો આદરશ્રદ્ધાભાવ જ છે."

કેવી મહાનતા! આ મહાનતા, વૈભવ અને ઉદારતા કદાચ એક સાચો શિક્ષક જ પામી શકે!

No comments:

Post a Comment