"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday 22 August 2020

શાળા સ્વચ્છતા ગુણાંક

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં શાળા સ્વચ્છતા ગુણાંક માટેના મોડ્યુલ, મોબાઈલ એપ્લિકેશન, સર્ટીફિકેટ ડાઉનલોડ કરવાની રીત મૂકી રહ્યો છું. આ માહિતી મેળવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.

શાળા સ્વચ્છતા ગુણાંક મોડ્યુલ - ગુજરાતી માધ્યમ (કાર્યક્રમ - 1 અને 2 બંને માટે)

શાળા સ્વચ્છતા ગુણાંક મોડ્યુલ - અંગ્રેજી માધ્યમ (કાર્યક્રમ - 1 અને 2 બંને માટે)

શાળા સ્વચ્છતા ગુણાંક મોબાઈલ એપ

હવે, મિત્રો જો સર્ટીફિકેટ બ્લેન્ક/કોરું આવે તો કોરું સર્ટીફિકેટ આવે છે તે જ પેજ ઉપર એડ્રેસબારમાં લિંક આવે છે તે લિંક નીચે આપેલી છે તેવી હશે. 

http://graylogic.net/SVP2018ADMIN/Certficates/cert.html?MjQxMjA2MDYwMDI9OTQyODA4ODIwNA==

નીચે આપેલી લિંકમાંથી ભૂરા અક્ષરે લખેલું કાઢી નાંખો.

http://graylogic.net/SVP2018ADMIN/Certficates/cert.html?MjQxMjA2MDYwMDI9OTQyODA4ODIwNA==

નીચે આપેલી લિંકમાં ભૂરા અક્ષરે લખેલું લખી નાંખો.

http://gsvpapi.graylogic.net/Certficates/cert.html?MjQxMjA2MDYwMDI9OTQyODA4ODIwNA==

જયારે લિંક ઉપર પ્રમાણે બની જાય પછી તેને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરો. ૫ થી ૧૦ સેકંડ રાહ જુઓ. તમારું નામ આવી જ જશે. 

લોગીન કે બીજી કોઈ એરર બતાવે તો બીજો મોબાઈલ નંબર અને તમારું નામ ટૂંકમાં લખી ફરીથી રજિસ્ટર થજો.

જો એપ ગુગલ પ્લેમાં ના મળતી હોય તો આ એપ નીચેની લિંક ઓપન કરીને ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.

શાળા સ્વચ્છતા ગુણાંક મોબાઈલ એપ

શાળા સ્વચ્છતા ગુણાંક એપ નું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવા માટે www.ssggujarat.com વેબસાઇટની મુલાકાત કરવી.

એપ અંગે અગત્યની બાબત 

➡શાળા નો સર્વે કરવા માટે આચાર્ય તરીકે લોગીન કરવું

➡ તાલીમ મેળવવા માટે શિક્ષક તરીકે લોગીન કરવું

➡સીઆરસી બીઆરસી અને જિલ્લા કક્ષાએ ડેશબોર્ડ જોવા અને મોનીટરીંગ કરવા માટે www.ssggujarat.com વેબસાઇટની મુલાકાત કરીને લોગીન કરવાનું રહેશે.

No comments:

Post a Comment