"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday, 22 January 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૨૪/૦૧/૨૦૧૯ અને ગુરુવાર

Image result for carpathia ship saved titanic
એક અંગ્રેજી સ્ટોરીનું ગુજરાતીમાં કરેલો અનુવાદ -

જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં...

એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું...

આ જહાજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપમાં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં...

બીજુ શીપ હતું 'કેલિફોર્નીઆ' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય...

આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે પ્રતિકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું'...

અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ ૫૮ માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે... જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.

આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના ૭૦૫ મૂસાફરોને બચાવ્યા...

સારાંશ : જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનીયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે...

હું વિશ કરું છું કે આપણે બધા લાઈફમા 'કાર્પેથીઅન' બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહિ...

No comments:

Post a Comment