"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday, 6 February 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૦૬/૦૨/૨૦૧૯ અને બુધવાર


LOVE  U  PAPA
એક   પિતા   એના   દીકરાની   આલીશાન   ઓફીસ   માં   જાય છે ,
એના   દીકરા   ને   જોવે   છે   અને   એની   પાછળ   જઈ   ઉભા   રહી   જાય   છે..
એના   ખભા   ઉપર   હાથ   રાખી   ને પૂછે   છે  ...
"દીકરા,   તને   ખબર   છે   આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે  ? ? ?"
દીકરાએ   ઝડપ   થી   જવાબ   આપ્યો   કે-
"  *હું*  "

પિતાનું   દિલ   થોડું   બેસી   ગયું..
ફરીવાર પૂછયું..

"દીકરા...આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે  ? ?"
દીકરાએ  પહેલાં  ની   જેમ જ જવાબ   આપ્યો   કે
"  *હું*"
પિતા   ના   ચેહરા   ઉપર   થી   જાણે   રંગ   જ   ઉડી   ગયો.
પિતા   ને  બહુ  દુઃખ   થાય   છે  અને   આંખોમાં   આંસુ   આવી   જાય   છે ...
દીકરા   ના   ખભા   ઉપરથી   હાથ   લઈ અને   દરવાજા   તરફ   જવા  લાગે   છે.
ઓફીસના   દરવાજા   પાસે   જઈ   ઉભા   રહી... દીકરા   તરફ   પાછું   જોઈ અને   પાછું   પૂછે   છે ..

"દીકરા,   આ   દુનિયા   માં   સૌથી તાકતવર   માણસ   કોણ   છે  ? ?"
દીકરો   કોઈ જરા પણ ખચકાયા વગર  બોલે   છે
"  *ત મે* "
પિતા   એકદમ   હેરાન   થઈ   જાય   છે...  દીકરાના   આ   બદલતા   વિચાર   જોઈ ને   પિતાના   કદમ   અંદર તરફ પાછા   વળે છે અને   ધીમે   થી   પૂછે   છે...
"થોડી   વાર   પેહલા   તારા   વિચાર   માં   આ   દુનિયા   નો તાકતવર   માણસ   તું   હતો   અને   હવે   મારુ   નામ  કેમ કહેશ..?"
દીકરો   કહે   છે   કે   "જ્યારે  તમારો   હાથ   મારા ખભા   ઉપર   હતો   ત્યારે   આ   દુનિયાનો   સૌથી   તાકતવર   માણસ   હું   હતો 
અને   જ્યારે   તમારો   હાથ  ઉઠી   ગયો  અને   તમે   જતા   રહ્યા  ત્યારે   હું   એકલો   થઈ   ગયો  
કારણ   કે   મારા   માટે   તો
દુનિયાના સૌથી   તાકતવર   માણસ તમે   જ   છો ."

Dedicated  To  All  Fathers

1 comment: