ઈન્ટરવ્યુ
ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે. મમ્મી,પપ્પાની રોજબરોજની નાની વાતો જેવી કે:- સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે, નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો, નાહીને શરીરનો રૂમાલ તાર પર સૂકવી દેવો, રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો, વિગેરે વિગેરે..ફરમાનોથી હું કંટાળી ગયો છું.
પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી. કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી. ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં. બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું તેને સરખું કર્યું. કારણકે પપ્પાની ટકોર યાદ આવી. બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે. સીડીની લાઈટ પણ બંધ કરી. એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી. પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા. જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા. મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી.
મારો વારો આવ્યો એટલે અંદર જઈ મારી ફાઇલ બતાવી. ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું : ક્યારથી જોઈન્ટ કરશો. મને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈ એપ્રિલફૂલ તો નથી કરતા ને??
બોસ સમજી ગયા કહ્યું : હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે. આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું નથી. બસ CCTV મા તમારો Attitude જોયો છે. બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી. એક તમે તેમાં પાસ થયા છો. ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે.
જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે. મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી, પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાની નાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી.
સાર - જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ .
No comments:
Post a Comment