"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Sunday, 17 March 2019

પ્રેરણાદાયક લેખ : તા - ૧૮/૦૩/૨૦૧૯ અને સોમવાર

મા - Mother
થોડા દિવસ પહેલા ઇંગ્લિશ મિડિયમ શાળામાં બોલાવામાં આવેલ, એક મીટીંગમાં ત્યાંના પ્રિન્સીપાલની એક ફરિયાદ એ હતી કે, એક બાળક વાલી મીટીંગમાં કયારેય પોતાની માતાને શાળા એ લાવતો નથી અને ઘરે જાણ પણ કરતો નથી.

ધોરણ પાંચના તે કલાસના દરેક વિદ્યાર્થીઓ સાથે અલક મલકની વાતો કરીને પછી દરેકને કેવી ''મા'' પસંદ છે. તે નિબંધ લખવા માટે આપ્યો. દરેકે પોત પોતાની માતાના વખાણ લખ્યા હતા.

રાહુલના લખાણનું હેડીંગ હતું. ''ઓફ લાઈન "મા" (મોબાઈલ ના વાપરતી હોય તેવી).
મારે "મા" જોઈએ છે પણ "ઓફ લાઈન" મારે અભણ "મા" જોઈએ છે જેને "મોબાઈલ" વાપરતા નહીં આવડે તો ચાલશે પણ મારી સાથે "દરેક જગ્યાએ જવા માટે સમય" હોય.

મારે "જીન્સ" અને "ટી" પહેરે તેવી "મા" નહીં પણ છોટુના મમ્મી જેવી સાડી પહેરતી "મા" જોઈએ છે.
જેના ખોળામાં માથું રાખીને હું છોટુની જેમ સુઈ શકું. મારે "મા" તો જોઈએ છે પણ "ઓફ લાઈન" જેને "મારા માટે સમય" તેના "મોબાઈલ" કરતાં "વધારે" હોય "પપ્પા" માટે વધારે હોય, જો ઓફ લાઈન "મા" હશે તો પપ્પા સાથે ઝગડો નહિ થાય. મને સાંજે સુતી વખતે વીડીયો ગેમ્સની બદલે વાર્તા સંભળાવીને સુવરાવશે.ઓન લાઈન પીઝા નહિ મંગાવે, મને અને બા બાપુ ને સમયસર રસોઈ કરીને જમાડશે.

બસ મારે તો એક ઓફ લાઈન "મા" જોઈએ. આટલું વાંચતા મોનીટરના હીંબકા પુરા કલાસમાં સંભળાઈ રહયા હતાં. દરેક વિદ્યાર્થીની આંખોમાં ગંગા જમુના વહેતી હતી.

આ આજના જમાનામાં "મોબાઈલ" પ્રત્યે "અત્યંત પ્રેમ રાખનાર માતાઓ" ને "સમજવાલાયક ધટના" છે.

No comments:

Post a Comment