એક સરસ વાત...
એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં. પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરીને એને મળવાની ઉત્કંઠા. ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય. "મમ્મી , ગીત ગાને."
એ જેવી પપ્પાને આવતાં જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર ચઢી જાય. "પપ્પા, ચાલો જલદી ઘોડો બનો - આજે તમે સહેલ નથી કરાવી!" પપ્પા દીકરીનો આદેશ માથે ચઢાવે અને શરુ થાય બાપ- દીકરીનો મસ્તીનો દોર .
એક દીવસ રાત્રે પત્નીએ દીકરીને સુવડાવ્યા પછી, પતિને કહ્યું, "તમે ક્યારેક દીકરી માટે ચોકલેટ કે રમકડાં લઇ આવો તો તેમને કેટલું ગમશે ! "સાવ ખાલી આવવું એ મને નથી ગમતું.
ચિડાયા વિના પતિએ જવાબ આપ્યો, "જ્યારે હું તેમને માટે ચોકલેટ કે રમકડાં લાવીશ ત્યાર પછી મારી દીકરી - મારી નહીં પરંતુ ચોકલેટ કે રમકડાંની રાહ જોતી થઈ જશે. પછી ક્યારેક કશું નહીં લવાય ત્યારે તેનાં ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે એનાં કરતાં દુ:ખ જોવા મળશે."
પતિની આ અંતરનાં ઊંડાણની વાતે પત્નીની આંખ ઉઘાડી નાખી. આખા સમાજને આજે આવા સમજદાર માબાપની જરૂર છે...
વાર્તાની શીખ :- મા-બાપ બાળકો ની બધી જ જરૂરિયાત પૂરી કરે છે...પરંતુ માત્ર માંગ પૂરી કરવા માટે જ મા બાપ નથી...
No comments:
Post a Comment