"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 27 February 2018

State Level 3rd Educational Innovation Fair - 2018


તા : ૨૬/૦૨/૨૦૧૮ને સોમવારથી તા : ૦૧/૦૩/૨૦૧૮ને ગુરૂવાર સુધી શ્રી સાંદિપની વિદ્યાનિકેતન જેવા પવિત્ર યાત્રાધામ પોરબંદર ખાતે જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર અને એસ્સાર ઓઈલના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો ત્રીજો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો...

લગભગ 200 જેવી પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની કૃતિઓ સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી...

મારી રાજ્ય કક્ષાના ઇનોવેશનની ફાઇલનો વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરું છું...જે તમને આવતા વર્ષે ઇનોવેશન ફાઇલ કેવી રીતે તૈયાર કરી શકાય તેનો આઈડિયા આવી જશે...દરેક મિત્રો જેને ઇનોવેશનમાં ભાગ લીધો છે તે તથા જે મિત્રો આવતા વર્ષે ઇનોવેશનમાં ભાગ લેવાના છે તે તમામ મિત્રોનું આ ઇનોવેશન ફેરમાં સ્વાગત છે. અહીંયા તમારા માટે પણ વ્યવસ્થા કરેલી છે. તો બધા ખાસ પધારશો.

વિડીયો જોવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. વિડીયો જોયા પછી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં...


No comments:

Post a Comment