"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 16 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૬/૦૩/૨૦૧૮ અને શુક્રવાર

ગુસ્સો
દિવસ ઊગ્યો નથી અને નયનનું શરૂ થયું નથી. પત્નીને કોઈ પણ વાતે ઉતારી પાડવી એ એનો ધર્મસિદ્ધ હક્ક હતો. એકલામાં તો ઠીક છે પણ ચાર જણાની વચમાં તો એનું બોલવાનું અને રીટાનું અપમાન કરવાનું બહુ વધી જતું. આમ જ એક પાર્ટીમાં બધાની વચમાં વેઈટરનાં ધક્કાથી એના હાથનો ગ્લાસ પડી ગયો. વેઈટરે કેટલી વાર સોરી કહ્યું. બધાએ સમજાવ્યું પણ નયન બોલતો જ જાતો હતો.
“તારામાં બિલકુલ અક્કલ જ નથી. આખી જિંદગી કેવી રીતે નીકળશે કોને ખબર તારી સાથે."
દુઃખી હૃદયે રીટા ઘરે પાછી આવી. ઘરે આવીને ગરમ કોફીનો કપ લઈને તે બાલકનીમાં ઉભી હતી. અને પોતાની જિંદગી વિષે વિચારતી હતી કે શું આવો સંબંધ નિભાવવો જરૂરી  છે? થાકીને પોતાની રૂમમાં સુવા ગઈ.
ત્યાં નયને રીટાનો હાથ પકડીને કહ્યું, "સોરી, તારા સિવાય દુનિયામાં કોઈ સારું નથી રીટા. મારી વાતોને મન પર લેવી નહિ. એતો જરા ગુસ્સો આવી જાય એટલે બોલાઈ જાય." રીટાએ પોતા પર ફરતો નયનનો હાથ એક બાજુ રાખ્યો અને કહ્યું, “નયન, માણસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે જ તે સાચ્ચું બોલતો હોય છે. સૂઈ જા. મને થાક લાગ્યો છે. અને સવારનાં તૈયાર રહેજે હું બહુ મોટો નિર્ણય કહેવાની છું."

No comments:

Post a Comment