"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday, 17 March 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૭/૦૩/૨૦૧૮ અને શનિવાર

જ્યોતિષ
આજે પરેશ શહેરના પ્રખર જ્યોતિષ રામદેવ  જોષી પાસે ગયો. આજુબાજુ બેસેલાઓની ગુસપુસ સાંભળી હતી કે “એક એક ગ્રહને ધ્યાનથી જોવે છે પછી જ જવાબ આપે છે. પરેશનો વારો આવ્યો. જન્માક્ષર અડધી કલાક સીધા ઊંધા કરીને રામદેવ જોષીએ જોયા. “બોલો, શું પૂછવું હતું?”
“જોષીજી, પત્ની સાથે જરા પણ બનતું નથી. કંઈક ઉપાય બતાવો.""જન્માક્ષર મળાવ્યા નહોતા?""ના લવમેરેજ હતા.""એક પૂજા છે જેનો ખર્ચો ૨૫૦૦૦ છે. કરાવી લ્યો. બધું સારું થઈ જાશે." ત્યાં અચાનક ઓફિસનો દરવાજો ખુલ્યો.
"મેં તમને કેટલા ફોન કર્યા તમે ઉપાડતા નથી. કોઈ રીત છે કે નહિ. કોઈ ઈજ્જત જ નથી પત્નીની તો."
"જોષીજી પહેલાં તમે તમારી માટે પૂજા કરાવી લ્યો. અસર કરે તો મને કહેજો હું પણ કરાવી લઈશ." આટલું કહી પરેશ ત્યાંથી રવાના થયો.

No comments:

Post a Comment