"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 2 March 2018

Happy Holi : તા - ૦૨/૦૩/૨૦૧૮ અને શુક્રવાર


મોબાઈલ થી happy holi કહેવા માટે ઘણા  છે,

પણ, એક ચપટી કલર કોઈ આવી ને લગાવી જાય 
એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે.

હું આજે પણ બાળપણ માં લગાવેલા  કલર ને યાદ કરી ને વિચારું છું 
કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે આટલા વર્ષો પછી 
એનો કલર ઝાંખો પડતો નથી ??

લાગણી થી લગાવેલ કલર ના લીસોટા 
આત્મા સુધી પહોંચતા હોય છે. 

નાનપણ માં કલર લગાવવા વાળા કહેતા કે  
"ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ".

એ કાચા કલર ની અનુભૂતિ વારંવાર કહે છે કે 
આના થી પાક્કો કલર દુનિયા માં બન્યો જ નથી....!!

આપ સર્વે ને હોળી તેમજ ધુળેટી ની હાર્દિક શુભકામના....!

                                                            - નરેન્દ્ર જોષી

No comments:

Post a Comment