"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 7 May 2018

સમર્થ - ઓનલાઈન ટીચર ટ્રેનીંગ પ્રોગ્રામ

નમસ્કાર મિત્રો, 

"SAMARTH"

Helping students learn, through you 

આ વિભાગમાં ચાલુ વર્ષે IIMA દ્વારા રાજ્યના ૧૯૦૦૦ શિક્ષકોની ઓનલાઈન તાલીમ જવા થઇ રહી છે. તો તેના માટેની સંપૂર્ણ માહિતી માટે IIMA દ્વારા એક PPT માર્ગદર્શક સ્વરૂપે રજૂ થઇ રહી છે. આ PPTની મુખ્ય હાઇલાઇટ નીચે મુજબ છે. 

  • આ તાલીમમાં ગુજરાત રાજ્યના ઇનોવેટીવ ટીચર દ્વારા વર્ગખંડમાં થયેલ નવતર પ્રયોગ કેસ સ્ટડી સ્વરૂપે મૂકવામાં આવ્યા છે. 
  • ધોરણ : 6-7-8ના  ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોને આ વર્ષે ઓનલાઈન તાલીમ લેવાની છે.
  • ગ્રુપ - A ની તાલીમ તા. 20/05/2018થી શરુ થશે. જેમાં ૫૦% શિક્ષકો જોડાશે તથા ગ્રુપ - B ની તાલીમ ઓગષ્ટ મહિનામાં આવશે. જેમાં બાકીના ૫૦% શિક્ષકો જોડાશે. આ શિક્ષકોને SMS/E-Mail થી જાણ કરાશે.
  • રજી. કેમ કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં મૂકેલ PDF ફાઈલમાં આપેલ છે.
  • તાલીમ કેવી રીતે લેવાની તેની માહિતી પણ સાથે ઉપલબ્ધ છે.


આ ટ્રેનીંગને લગતા પ્રશ્નો માટે IIMA દ્વારા એક ફેસબુક પેજ બનાવ્યું છે. તેમાં દરેક શિક્ષક મિત્રોએ જોડાવાનું રહેશે. 

  • સૂચના : ટ્રેનીંગમાં તમને મૂંઝવતા પ્રશ્નો ફેસબુક માધ્યમ સિવાય પૂછવા નહીં.

સમર્થ ઓનલાઈન ટીચર ટ્રેનીંગ - ફેસબુક પેજ  

આ ટ્રેનીંગ માટેની ગાઈડલાઈન્સ મૂકી રહ્યો છું. યાદ રાખજો જ્યાં સુધી તમે તેના ચાર ભાગમાં વહેંચાયેલા પ્રશ્નોના જવાબ નહિ આપો ત્યાં સુધી તમારું રજિસ્ટ્રેશન પૂરું થશે નહિ. 

ગ્રુપ - A ના શિક્ષકો રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી ૩૧ જુલાઈ સુધીમાં આ તાલીમ પૂરી કરવાની રહેશે. 

ગ્રુપ - B ના શિક્ષકો રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરશે એટલે તેમને ઓગસ્ટ મહિનાથી આ તાલીમ ચાલુ થશે. 
  • સૂચના : જે એક્સેલ શીટ મૂકેલી છે તેમાં ગુજરાત રાજ્યના દરેક જીલ્લા સમાવિષ્ટ થયેલા છે. તમારે તેમાંથી ફક્ત તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અને SA/SB થી ચાલુ થતો ટીચર કોડ નાખવાનો રહેશે.
  • યાદ રહે : પાસવર્ડ - ૧૨૩૪૫૬ છે. જે બધાનો કોમન છે. જે તમારે પહેલા જ સ્ટેપમાં બદલવાનો રહેશે. પાસવર્ડ સરળ અને તમને યાદ રહે તેવો જ  રાખવો.
  • samarth.inshodh.org પર લોગીન કરી ઉપર પ્રમાણે સ્ટેપ ફોલો કરવા. 


2 comments: