"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday, 13 June 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૧૪/૦૬/૨૦૧૮ અને ગુરૂવાર

પ્રવેશોત્સવ માટે ખાસ
માટીનો પીંડો લઇ કોડિયું કંડારીશું...
અભ્યાસરૂપી વાટ મૂકી તેને પ્રગટાવીશું...
તેની જીવનજયાતને કાયમ દિપાવીશું...
સૂરજ તો ના સહી પરંતુ દિપક બનાવીશું...
સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણના ધ્યેયને હાંસલ કરવા એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સો ટકા નામાંકન થાય તે માટે આવતીકાલ તા. ૧૪ જૂનને ગુરૂવારથી તા. ૧૬ જૂનને શનિવાર સુધી સતત ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યના સમગ્ર જિલ્લાના અંતરિયાળ ગામોમાં ૧૬મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે.    
કોઇપણ સમાજ શિક્ષિત હશે તો સમાજ અને રાજ્યને વિકાસની નવી દિશા મળશે. શિક્ષણનું સ્‍તર ઉંચુ આવે તે માટે રાજ્ય સરકારે શાળામાં લાઇટ, પાણી, શૌચાલય, શાળાના ઓરડા જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવેલી છે. રાજ્યનું કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્‍નશીલ છે. 
શિક્ષક એ શિલ્‍પકાર છે. બાળકના સારા ભવિષ્‍યના ઘડતર માટે શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્‍યની છે. શિક્ષણમાં વિદ્યાદાન મોટામાં મોટું દાન ગણાય છે. જે બાળક શિક્ષણક્ષેત્રે નબળું હોય તેવા બાળક પ્રત્‍યે વિશેષ કાળજી રાખી શિક્ષકોએ શિક્ષણ આપવું જોઈએ. બાળક અધ વચ્‍ચેથી શાળા છોડી જાય નહી તે માટે દરેક વાલીઓએ અને ગામના અગ્રણીઓએ પણ ખાસ કાળજી લેવી જોઈએ.
મહાનુભાવોના હસ્‍તે ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્‍તકોનો સેટ અને દફતર તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને રમકડાની કીટ આપી પ્રવેશ આપવામાં આવે છે. ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટય તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં છે. ગત વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં ધોરણ-૩ થી ૮માં પ્રથમ સ્‍થાને આવેલ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે પુસ્‍તક આપી સન્‍માનિત કરવામાં આવે છે. ઉપરાંત દાતાશ્રીઓને તથા ભૂતપૂર્વ વયોવૃધ્ધ વિદ્યાર્થીઓને પણ સન્‍માનિત કરાય છે. વિવિધ શાળાના બાળકો સ્‍વાગત ગીત તેમજ યોગ નિદર્શનો રજૂ કર્યા હતાં. પાણી બચાવો, સ્વચ્છતા રાખો, વૃક્ષ બચાવો, બેટી બચાવો - બેટી પઢાવો તથા જળ એ જ જીવન અંગે શાળાના વિદ્યાર્થીઓએ વક્તવ્‍યો રજૂ કરે છે.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે છે અને નવીન પ્રવેશ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરે છે.

No comments:

Post a Comment