"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 25 June 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૬/૦૬/૨૦૧૮ અને મંગળવાર



શાળા પંચાયત ચૂંટણી - ઇનોવેશન

આજરોજ મારી વડદલા પ્રાથમિક શાળામાં શાળા પંચાયત ચૂંટણી હોવાથી આ સુંદર મજાનું ઇનોવેશન આપ સૌની સાથે શેર કરું છું.                                          - તુષાર સોની [M.Sc.,M.Ed.]
Reason - બાળકો હજુ નાના છે એમને ચુંટણી પ્રક્રિયા અને એનું મહત્વ વિષે કઈ જ જ્ઞાન નથી. તો એમને અત્યારથી જ લોકતંત્ર માટે ચુંટણીનું મહત્વ સમજાવવું અને એમને શાળામાં જ પૂરી પ્રક્રિયાનું અવલોકન કરાવી માહિતગાર કરવાના હેતુથી આ પ્રવૃત્તિની શરૂઆત કરી.
Description - બાળકોને ભારતની લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવાનો વિચાર આવ્યો. અને તેને પ્રત્યક્ષ શીખવી શકાય એ માટે મામલતદાર સાહેબને મળીને એક એરો-ક્રોસ માર્ક (ચોકડીની નિશાની માટેનો સિક્કો ) મેળવ્યો.તમામ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અંગેની સમજ આપવામાં આવી. ભારતનું ચૂંટણીપંચ, જાહેરનામું, ઉમેદવારી ફોર્મ ભરવું, ફોર્મ પાછું ખેચવું, ફોર્મની ચકાસણી, મતદારયાદી, ચૂંટણી નિશાનની વહેચણી, ચૂંટણીનો સમયગાળો, ચૂંટણી પ્રચાર, ચૂંટણીનાં નિયમો, સુરક્ષા કર્મચારીઓની જરૂર, તેમની ફરજો, ઝોનલ ઓફિસર્સ, ચૂંટણી અધિકારીઓ વગેરેની દરેક વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી. શાળા પંચાયતની રચના લોકશાહી પદ્ધતિથી કરવા માટે દિવસ નક્કી કરીને શાળાના મેદાનમાં જ ગામ લોકોની હાજરીમાં ચૂટણી યોજવામાં આવી.વિદ્યાર્થીઓમાંથી ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા. દરેકને ચૂંટણીનાં નિશાનો ફાળવવામાં આવ્યા.મતદાર યાદી પણ બનાવવામાં આવી. વિદ્યાર્થીઓમાંથી ચૂંટણી અધિકારીઓ બનાવવામાં આવ્યા.શિક્ષિકા બહેનોએ ઝોનલ અધિકારીઓ તરીકેની કામગીરી સંભાળી લીધી. રાબેતા મુજબ સમયસર મતદાનની શરૂઆત કરી દેવામાં આવી. આંગળીનું નિશાન કરવા માટે માર્કર પેનનો અવિલોપ્ય શાહી તરીકે ઉપયોગ કર્યો.શાળાનો સ્ટેમ્પ પેડ એરો-ક્રોસ માર્ક માટે ઉપયોગમાં લેવામાં આવ્યો. સરસ રીતે બાળકોએ પોત-પોતાની કામગીરી નિભાવી અને સમગ્ર ચૂટણીની પ્રક્રિયાને સમજી વિચારીને અમલમાં મુકવામાં આવી. શાળાના કેમેરાથી સંપૂર્ણ કામગીરીની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી પણ કરવામાં આવી. ત્યારબાદ મતગણતરી કરીને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમ જોયા બાદ શાળા પરિવાર તથા આમંત્રિત ગ્રામજનો પણ ભાવવિભોર બની ગયા.
Evaluation - આ પ્રવૃત્તિનું મૂલ્યાંકન શાળામાં જ ચુંટણી યોજના ગોઠવવામાં આવી અને બાળકો દ્વારા જ તમામ પ્રક્રિયાઓ કરવામાં આવી. ઉપરાંત બાળકોને વર્ગખંડમાં જ ૭૮ પ્રશ્નોની પ્રશ્નાવલી બનાવી "કૌનબનેગા કરોડપતિ" જેવી ક્વીઝ કરવામાં આવી. જેથી બાળકો માં આવેલા ફેરફાર ને જાણી શકાયો.
Result - હવે બાળકો સચોટ રીતે ચુંટણી વિષે જણાવી શકે છે. ચુંટણી પ્રક્રિયામાં આવતા તમામ પહેલુઓથી વાકેફ છે.બાળકો પોતેજ પોતાના વાલીઓ અને ગ્રામજનોને ચુંટણી વિષે જણાવી શકતા થયા.
Current Position - દરેક ૩ વર્ષના સમયગાળે આ પ્રવુંતિનું અયોજન કરવાનું વિચારેલું છે જેથી જે બાળકો હમણાં જ ધોરણ ૧-૪ માંથી ધોરણ ૫-૬-૭ માં અભ્યાસ કરી રહ્યા હોય એ ફરીથી એનું અનુકરણ કરે અને જે બાળકો નવા આવ્યા હોય એ પણ આ ચુંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય.

                                                                            - અકબરભાઈ મુલતાની 
                                                                              લાંભવેલ, આણંદ 

No comments:

Post a Comment