નમસ્કાર મિત્રો,
તારીખ : ૧૫ જુલાઈ, ૨૦૧૮ થી સમગ્ર ગુજરાતમાં વિવિધ સરકારી દવાખાનાઓમાં તથા સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરી અને રૂબેલા રોગના રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ રસી ૬ માસથી ૧૫ વર્ષ સુધીના કોઈ પણ બાળકને પીવડાવી શકાય. તેની સંપૂર્ણ સમજ, રસીકરણ શા માટે? શા માટે આ બે રોગની જ રસી, વિવિધ રસીના શોધકો ઉપરાંત ઓરી અને રુબેલાની સંપૂર્ણ સમજ સાથેના વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. આપ સૌ મિત્રો, બાળકોને અને તેમના વાલીઓને ખાસ બતાવો અને સમજાવો કે આ રોગથી ડરવાની કોઈ જરૂર નથી. આ રોગને પોલિયોની જેમ નાબૂદ કરવાનો છે. બસ, એના માટે જ આ અભિયાન રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ છે. તમારા શાળાના બાળકોના વાલીઓને પણ આ મટીરીયલ્સ ફોરવર્ડ કરશો.
રસીકરણ શા માટે?
ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે. કેટલાક રોગ થયા પછી તેની સારવાર ખૂબ અઘરી અને ઘણી વાર અશક્ય હોય છે અને અંતે દર્દી માટે જીવલેણ નીવડે છે. પણ આવા ઘણા રોગને અટકાવવા નો અસરકારક ઉપાય છે – રસીકરણ .
રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.
અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે. જ્યારે અછબડા જેવી બિમારી સામાન્ય રીતે જાન્યુઆરી થી એપ્રીલ માસમાં થતી હોય છે જે સમય દરમ્યાન શાળા કોલેજોમાં પરીક્ષાઓનો હોય છે અને તે દરમ્યાન એકાદ અઠવાડીયાની માંદગી બાળકને અભ્યાસમાં પાછળ કરી શકે છે. વળી અછબડામાં રહી જતા ચહેરા પરના ડાઘ કયારેક સૌદર્ય પ્રત્યે વધુ સભાન બાળકમાં(ખાસ કરી ને કિશોરીઓમાં) લઘુતાગ્રંથિ પણ લાવી શકે છે.
આમ રસીઓ માત્ર જીવ બચાવવા માટે જ નહી પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા પણ જરુરી છે. ઘણા રોગ અને બિમારીની હોસ્પીટલોમાં સારવાર શક્ય છે અને કદાચ આડરસરો માંથી પણ બચી શકાય પણ સરવાળે જો હિસાબ માંડવામાં આવે તો થતુ આર્થિક નુકસાન અને સમય નો વ્યય હંમેશા રસીકરણની કિંમત થી ઓછો જ હોય છે.
રસીકરણ માત્ર આપના બાળકને જ રક્ષણ નથી આપતુ એ સમાજને પણ ઉપયોગી થાય છે . કેટલાક બાળકો કે જે કદાચ આપના બાળકની સાથે સ્કૂલમાં ભણતા હશે કે ઘરની નજીક સાથે રમતા હશે કે જે પોતે રસીકરણ લેવા છતા પણ જરુરી રોગ પ્રતિકારક શક્તિ પેદા નહી કરી શકતા હોય કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ પેદા કરતા હશે એમના માટે પણ આપના બાળકને રોગ ન થાય તે આશીર્વાદ રુપ બની શકશે.
જો બાળકો ઓછા માંદા પડે તો આરોગ્ય લક્ષી સેવાઓ નો ખર્ચ ઘટે છે. માતા-પિતા પોતાનુ કાર્ય સંભાળી શકે છે જેથી એમની સેવાઓ જેતે ક્ષેત્રમાં સતત પ્રાપ્ય રહે છે.
આમ રસીકરણ દ્વારા રોગ અટકાવવાથી એક તંદુરસ્ત સમાજ અને કાર્યક્ષમ રાષ્ટ્રનુ નિર્માણ થાય છે.આથી દેશ ના વિકાસમાં આપ સીધો સહયોગ કરો છો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ ગણી શકાય છે. રસીકરણ દ્વારા અનેક રોગોની નાબૂદી શક્ય છે. દા.ત. શીતળાનો રોગ આપણે નાબૂદ કર્યો છે અને હવે તેનુ રસીકરણ જરુરી નથી. આમ જો યોગ્ય રસીકરણ કાર્યક્રમો અને વિવિધ ઝુંબેશ ચાલુ રહેશે તો બીજા અનેક રોગ માંથી આવનારી પેઢીને મુક્તિ મળી જશે. આવી જ એક મોટી ઝુંબેશ ભારતમાં આપણે પોલિયો નાબૂદી માટે ચાલુ છે.
રસીના શોધકો
રસીઓની ઉપયોગીતા અને અનિવાર્યતા વિશે આપણે બધા જાણીએ જ છીએ. આ રહ્યા એ મહાન ડોક્ટર અને વૈજ્ઞાનિકો કે જેમના સખત પરિશ્રમના ફળ સ્વરૂપે આજનો સમાજ અને આવનારી પેઢીઓ રોગમુક્ત રહી શકી છે અને રહેશે.
એડવર્ડ જેનર - શીતળાની રસીના શોધક | |
લુઈ પાશ્ચર - હડકવા ની રસીના શોધક | |
આલ્બર્ટ કામેટ - બીસીજી ની રસીના શોધક | |
કેમીલે ગ્વારીન - બીસીજી ની રસીના શોધક | |
આલ્બર્ટ સાબીન - પોલિયો ટીપાના શોધક | |
જોન્સ સોક - પોલિયો ઈંજેક્શન ના શોધક | |
એમીલે બેરીંગ - ડી.પી..ટીની રસીના શોધક | |
બરુચ એસ. બ્લુમબર્ગ - હીપેટાઈટીસ બીની રસીના શોધક | |
જેમ્સ એંડરસન - ઓરીની રસીના શોધક | |
મોરી હીલમેન - હીબ- એમએમ.આર.- હીપેટાઈટીસ એ – અછબડા મેનિનજાઈટીસ- વિ. આઠ રસીના શોધક | |
ઈયાન ફ્રેઝર - એચ.પી.વી. રસીના શોધક | |
પોલ ઓફ્ફીટ - રોટા વાઈરસ રસીના શોધક |
ઓરી
ઓરીનો રોગ એ પોલિયો બાદ એવો બીજો રોગ છે જેને આપણે નાબુદ કરી શકીએ છીએ. ઉપયોગી રસીકરણ દ્વારા ઓરીના કેસની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળેલ છે. પરંતુ હજુ પણ ઓરીનો રોગ જોવા મળે છે જે દુઃખની વાત છે કારણકે ઓરીના રોગ થી બાળકના આરોગ્ય પર થતી અસરને લીધે વિકાસ શીલ દેશોમાં હજુ પણ કુપોષણ અને ટીબી ના ઘણા ખરા કેસ જોવા મળે છે.
ઓરીનો રોગ વાઈરસથી થતો રોગ છે. ઓરીના વાઈરસ હવા દ્વારા ફેલાયછે અને શ્વસનમાર્ગથી શરીરમાં દાખલ થાય છે. રોગ ગ્રસ્ત મનુષ્યની છીંક કે ઉધરસમાં નીકળેલા સૂક્ષ્મ બુંદો અન્ય તંદુરસ્ત મનુષ્યના શ્વાસમાં જવાથી રોગ ફેલાય છે. આવા મનુષ્યને સંપર્કના એકાદ સપ્તાહ બાદ શરદી- ઉધરસ – તૂટ –કળતર – શરીર દુઃખવુ- સખત તાવ જેવા પ્રારંભિક લક્ષણૉ જોવા મળે છે. બેથી ત્રણ દિવસના તાવ પછી નાના ટપકા જેવા લાલ દાણા(ફોલ્લી) શરીર પર જોવા મળે છે. જેની શરુઆત ચહેરા અને ડોક પર દેખાવાથી થાય છે અને ધીરે ધીરે આખા શરીરમાં ફેલાય છે. આ દાણામાં કોઈ પાણી ભરાતુ નથી અને તેમની સાઈઝ નાની (લગભગ બાજરીના દાણા જેવડી) હોય છે.
આ દાણા નીકળ્યાના એકાદ દિવસમાં તાવનું પ્રમાણ ઘટી જાય છે અને મટી જાય છે. દાણા બીજા ચાર પાંચ દિવસ સુધી રહીને ધીરે ધીરે મટી જાય છે. શરીરમાં ખાસ કરીને ગળામાં નાની ગાંઠ થોડા સમય માટે જોવા મળે છે જે લસિકા ગ્રંથિના સોજાને કારણે બને છે. ઓરીના રોગને લીધે બાળકની રોગ પ્રતિકારક શક્તિ થોડા સમય માટે ઘટી જવા પામે છે જેથી તેને અન્ય બેક્ટેરીયા કે વાઈરસનો ચેપ સહેલાઈ થી લાગી જવાનુ જોખમ વધી જાય છે. આ જ કારણથી ઓરી પછી ઘણા બાળકોને કાનમાં રસી-ન્યુમોનીયા-ઝાડા ઉલ્ટી -મગજમાં રસી કે ઘણી વાર ટીબી થતો હોય છે.ઓરીને કારણે અને તેના પછી થતી તકલીફોને લીધે બાળકોમાં કુપોષણ થવાની સંભાવના ખૂબ વધી જાય છે જે વિકાસશીલ દેશોમાં કુપોષણનુ એક મુખ્ય કારણ છે. ઘણી વાર ખૂબજ ભાગ્યે જ ઓરી પછી થોડા વર્ષો બાદ બાળકોમાં મગજની એક ખાસ પ્રકારની બિમારી – સબ એક્યુટ સ્ક્લેરોસિંગ પાન એંસેફેલાઈટીસ પણ થઈ શકે છે જેને લીધે બાળકનો વિકાસ અટકી જાય છે – તાણ- આંચકી-ખેંચ અને બેહોશ બને છે અને ધીરે ધીરે મૃત્યુ નીપજે છે. આ રોગનો કોઈ ઈલાજ નથી.
રસીનો પ્રકાર | જીવિત રસી (Live attenuated vaccine) |
---|---|
આપવાની ઉંમર | નવ (9) માસ પંદર (15)માસની ઉંમરે - એમ.એમ.આર.(M.M.R.* ) રસી દ્વારા |
કુલ ડોઝ | 2 (1ml/ ડોઝ)નવ (9) માસ, પંદર (15)માસ |
ક્યાં અપાય છે | સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર |
કેવી રીતે અપાય છે | ત્વચાની નીચે (subcutaneously) |
* M.M.R. = Measles Mumps Rubella |
યાદ રાખો ઓરીના રોગ સામેની કુદરતી રોગ પ્રતિકારક શક્તિ માતામાંથી શિશુને લોહી દ્વારા ગર્ભાવસ્થામાં મળેલી હોય છે જે શિશુને અંદાજે છ થી નવ માસ સુધી રક્ષણ આપે છે પરંતુ ત્યાર બાદ શિશુને માત્ર રસીકરણ દ્વારા જ રોગ થી બચાવી શકાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- ઓરીની રસી સામાન્ય રીતે ખૂબ ઝીણી સોય થી અપાય છે અને તેમા રસીકરણ પછી દુઃખાવો કે તાવ ભાગ્યે જ જોવા મળે છે.
- ઓરીના રસીકરણ પછી વિટામીન –એ ( ડોઝ – 1 lakh iu) મોં વાટે (સીરપ/ કેપ્સ્યુલ) આપવુ ખૂબ જરુરી છે તેનાથી બાળકમાં ઓરીની રસીની અસરકારકતા વધારે છે અને બાળકને વિટામીન એ ની ખામી થી બચાવે છે.
- ઓરીની રસી આપ્યા બાદ(ખૂબ જ ઓછા કેસમાં ભાગ્યેજ) ક્યારેક બાળકને રીએક્શન આવી શકે છે. જેમાં બાળકને શ્વાસમાં તકલીફ અને નાડીના ધબકારા ઘટી જવાનુ બની શકે છે. આ માટે શક્ય હોય તો આ રસી નિષ્ણાત ડોકટરના માર્ગદર્શન હેઠળ જ મૂકાવવી.
- જો આપના વિસ્તારમાં ઓરીના કેસ જોવા મળે તો આપના બાળકને ઓરીની રસી નાની ઉંમર (છ માસ કે તેથી વધુ )માં પણ મુકાવી શકાય છે. જે માટે નિષ્ણાતનુ માર્ગદર્શન લેવુ.
રૂબેલા (જર્મન ઓરી)
પરિચય
રૂબેલા (જેને જર્મન ઓરી તરીકે પણ ઓળખવામાં આવે છે) રૂબેલા એક વાઈરલ ચેપ છે જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે.સામાન્ય રીતે રૂબેલા એક હળવો ચેપ છે.તે નજીવા ફેરફારો સાથે શરૂઆત પામીને ઘણી વખત પુખ્ત વયના લોકોને પણ ગંભીર અસર કરી શકે છે.બહું ઓછા કિસ્સામાં ચામડી ખરાબ થવાની શક્યતા રહે છે.રૂબેલા એક અપેક્ષાકૃત હળવો ચેપ છે.જે વિકસિત થયેલાં ભ્રુણ પર પ્રભાવક ચેપની અસરો છોડી શકે છે.
ઉપાર્જિત (દા.ત.જન્મજાત નહીં) રૂબેલા સક્રિય કિસ્સાઓમાં શ્વસન તંત્રની પાતળી હવાઓ અને પ્રવાહી ટીપાંઓ દ્વારા ચેપ ફેલાવી શકે છે.(રૂબેલા સાથે પીડાતાં લોકોના શ્વાસ દ્વારા પણ તેનો ચેપ લાગી શકે છે) તેના ચેપનો વાઈરસ પેશાબ,મળ અને ચામડીમાં પણ જોઈ શકાય છે.
લક્ષણો
૨-૩ અઠવાડિયા દરમ્યાન ઈંડાનું સેવન થાય છે.તેના લક્ષણો આ મુજબ છે:
- ફ્લુ જેવાં લક્ષણો
- લાલ-ગુલાબી સૂકી ફોલ્લીઓ
- લસિકા ગાંઠોમાં સોજો આવવો
- ઉચ્ચ તાપમાન આવી જવું
કારણો
રૂબેલા એ રૂબેલા વાઈરસ (ટોગા વાઈરસ) દ્વારા ફેલાય છે.આ ચેપ ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વાસ કે ટીપાં વડે બિનચેપી વ્યક્તિમાં ફેલાય છે.
નિદાન
લોહીનું પરીક્ષણ: લોહીનું પરીક્ષણ એન્ટીબાયોટિક રીતે કરવામાં આવે છે જેમ કે:
- રૂબેલાના નવા ચેપની હયાતી માટે આઈજીએમ આપવામાં આવશે.
- ભૂતકાળમાં કે ભવિષ્યમાં રૂબેલાનો ચેપ લાગે નહિ તે માટે રોગપ્રતિકારક શક્તિ માટે રસીકરણ કરવામાં આવશે.
- જો એન્ટીબોડીની ઉપસ્થિતિ ન હોય,રૂબેલાનો કોઈ ચેપ ન હોય તો પ્રતિરક્ષા માટે કોઈ રસીકરણ આપવાની જરૂર રહેતી નથી.
વ્યવસ્થાપન
ખાસ કરીને સામાન્ય તાવ કે દુખાવામાં રાહત મેળવવા માટે આઈબુપ્રોફેન / પેરાસીટામોલ જેવી દવાઓ આપવામાં આવે છે.દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પદાર્થો પીવાની સલાહ આપવામાં આવે છે.
જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ (સીઆરએસ)
ગર્ભમાં રહેલાં બાળકને જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ (સીઆરએસ) ના કારણે નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:
- મોતિયો (આંખોના લેન્સમાં વાદળછાયા પેચ લાગવવા પડે) અને આંખોમાં અન્ય ખામીઓ
- બહેરાશ
- જન્મજાત હદયની બિમારીઓ (હદયનો વિકાસ યોગ્ય રીતે થયો ન હોય)
- શરીરના બાકીના અવયવોની તુલનામાં માથાનો ભાગ પૂર્ણ રીતે વિકસિત ન હોવો.
- સામાન્ય વૃદ્ધિની તુલનામાં ધીમી ગતિએ વિકાસ
- મગજ,યકૃત,ફેફસાં અને મગજમાં ખામીઓ હોવી
જટિલતાઓ
જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ (સીઆરએસ): ગર્ભમાં રહેલાં બાળકને જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ (સીઆરએસ) ના કારણે નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:
- મોતિયો (આંખોના લેન્સમાં વાદળછાયા પેચ લાગવવા પડે) અને આંખોમાં અન્ય ખામીઓ
- બહેરાશ
- જન્મજાત હદયની બિમારીઓ (હદયનો વિકાસ યોગ્ય રીતે થયો ન હોય)
- શરીરના બાકીના અવયવોની તુલનામાં માથાનો ભાગ પૂર્ણ રીતે વિકસિત ન હોવો.
- સામાન્ય વૃદ્ધિની તુલનામાં ધીમી ગતિએ વિકાસ
- મગજ,યકૃત,ફેફસાં અને મગજમાં ખામીઓ હોવી
નિવારણ
રૂબેલા,ગાલપચોળીયા અને રૂબેલાની રસી(એમએમઆર) આપવામાં આવે છે.સામાન્ય રીતે ૪ થી ૬ વર્ષની ઉંમર દરમ્યાન ઓરીના બે ડોઝ આપવામાં આવે છે જેમાં પ્રથમ ડોઝ ૧૨-૧૫ મહિનાની ઉમર દરમ્યાન અને બીજો ડોઝ ૪ અઠવાડિયાના અંતરાલ પછી આપવામાં આવે છે.
ઓરી અને રૂબેલા રસીકરણની સમજ આપતો વિડીયો શ્રી પુરણ ગોંડલિયા પ્રસ્તુતિ (ડો. હિતેશભાઈ રંગવાણી દ્વારા સંપૂર્ણ સમજ - પોરબંદર)
No comments:
Post a Comment