"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 20 July 2018

મિશન વિદ્યા


નમસ્કાર મિત્રો,

૦ થી ૫ માર્કસવાળા પ્રિય બાળકો માટે સરકારશ્રી દ્વારા મિશન વિદ્યા નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ૨૩ જુલાઈથી ૩૧ ઓગષ્ટ એમ કુલ ૩૧ દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે. જેમાં કુલ ૫ (પાંચ) ફેઝ છે. તેની સંપૂર્ણ માહિતી નીચે દર્શાવેલ બંને PDFમાં ઉપલબ્ધ છે. 

મિશન વિદ્યા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ 

આજ રોજ BISAG પર જે પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમાં જે PPT દર્શાવવામાં આવી હતી તે PDF સ્વરૂપે મૂકું છું. જેમાં આ પ્રોગ્રામની સંપૂર્ણ માહિતી છે. 

મિશન વિદ્યા સંપૂર્ણ માહિતી પુસ્તિકા - Teacher Training Module 

પ્રતિભા સંપન્ન બાળકો એટલે કે ૦ થી ૫ ગુણથી વધારે ગુણ મેળવનાર બાળકો માટે એપ્ટીટ્યુડ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ માટેના NAS Module - જે આજે બાયસેગ પ્રોગ્રામમાં દર્શાવેલ હતા, તે આપની સમક્ષ રજૂ કરું છું.

NAS મોડ્યુલ નં - ૧ : જીવન શિક્ષણ - જુલાઈ - ૨૦૧૭ અંક

NAS મોડ્યુલ નં - ૨ : જીવન શિક્ષણ - ઓગષ્ટ - ૨૦૧૭ અંક

મિશન વિદ્યા અભિયાન અંતર્ગત સૌથી અગત્યનું મોડ્યુલ કે જેનો વાચન-લેખન-ગણન માટે ખાસ ઉપયોગ કરવાનો છે. આ મોડ્યુલ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

વાચન-લેખન-ગણન : નિદાન અને ઉપચાર

મિશન વિદ્યા અભિયાન અંતર્ગત વાચન-લેખન-ગણનની જેમાં એન્ટ્રી કરી બાળકોના માર્કસ અપલોડ કરવાના છે તેવા મિશન વિદ્યા વેબ પોર્ટલની સંપૂર્ણ માહિતી મૂકું છું જે આજે બાયસેગમાં બતાવવામાં આવી હતી. આ માહિતી ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

મિશન વિદ્યા વેબ પોર્ટલ

મિશન વિદ્યા અભિયાન અંતર્ગત વાચન-લેખન-ગણનની જેમાં એન્ટ્રી કરવાની છે તે સાઈટ ખુલી ગઈ છે. આ સાઈટમાં દરેક શાળાના ગુણોત્સવ - ૮ પ્રમાણે બાળકોના માર્કસ - X1 અપલોડ થઇ ગયેલા છે. તમારે X2 ના માર્કસ અપલોડ કરવાના છે. આ એન્ટ્રી તમે ૨૧ જુલાઈથી ૨૫ જુલાઈ સુધી કરી શકશો. આ સાઈટ ઓપેન કરશો ત્યારે તમારે સૌથી ઉપર LOGIN લખ્યું હશે. તે ક્લિક કરી યુઝર નેમ અને પાસવર્ડ નાંખવાના રહેશે. NEW

યુઝર નેમ  - તમારી શાળાનો ૧૧ આંકડાનો ડાયસ કોડ NEW
પાસવર્ડ  - ssa@તમારી શાળાનો ૧૧ આંકડાનો ડાયસ કોડ NEW

ઉપર પ્રમાણે તમે યુઝર નેમ અને પાસવર્ડ નાખશો એટલે તરત જ તમને પાસવર્ડ ચેન્જ કરવા માટેનો વિન્ડો ખૂલશે. આ વિન્ડોના પ્રથમ બોક્ષમાં Current Password તરીકે પાસવર્ડ તમારે ssa@તમારી શાળાનો ૧૧ આંકડાનો ડાયસ કોડ નાંખવાનો રહેશે. ત્યારબાદ New Password માં Tushar@123 આવો કોઈ પણ પાસવર્ડ રાખી શકશો. યાદ રાખો : પાસવર્ડ તમારે કેપિટલ લેટર, સેકન્ડ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને ન્યુમેરિક કેરેક્ટરનું કોમ્બીનેશન કરીને બનાવવાનો હોય છે. ત્યારબાદ તમારે E-Mail ID, તમારા આચાર્યશ્રીનું નામ અને મોબાઈલ નંબર એડ કરીને તમારી પ્રોફાઈલ અપડેટ કરવાની હોય છે. સાઈટના ડાબી બાજુના કોલમમાં Student Data Entry કરીને ઓપ્શન છે તેમાં તમારે બધી વિગત ભરવાની છે. આ સાઈટમાં તમારી શાળાની માહિતી અપલોડ કરવા નીચે ક્લિક કરો. NEW


GCERT દ્વારા જીવન શિક્ષણ મેગેઝીન દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ જીવન શિક્ષણના દરેક વર્ષના અને દરેક મહિનાના હાલ સુધીના અંક ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

જીવન શિક્ષણ મેગેઝીન 

No comments:

Post a Comment