ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સાયુજ્યે આયોજિત “માતૃભાષા પ્રશ્નોત્તરી”
માતૃભાષા પ્રશ્નોત્તરી માટેની સૂચનાઓ :
૧) આ માતૃભાષા કસોટીમાં સાહિત્યરસિકો, શિક્ષકો, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
૨) આ પ્રશ્નોતરીમાં માતૃભાષાના વ્યાકરણ અને સાહિત્યને અનુલક્ષીને પ્રશ્નો પુછાશે.
૩) પ્રશ્નોત્તરીમાં કુલ ૩૦ બહુવૈકલ્પિક પ્રશ્નો રહેશે.
૪) તમામ પ્રશ્નોના ઉત્તર આપવા અનિવાર્ય છે.
૫) દરેક પ્રશ્નનો ૦૧ ગુણ રહેશે. કોઈ પ્રકારનું નકારાત્મક ગુણાંકન રાખવામાં આવેલ નથી.
૬) આપનું પ્રમાણપત્ર ઈ-મેઈલથી મોકલવાનું હોવાથી ક્ષતિરહિત ઈ-મેઈલ અને પૂરું નામ લખવું.
૭) ૩૦માંથી ૨૧ કે તેથી વધુ પ્રશ્નોના જવાબ સાચા હશે તે સહભાગીઓને પ્રમાણપત્ર મોકલવામાં આવશે.
૮) પ્રથમ ત્રણ ક્રમાંકના સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવશે.
૯) એકથી વધુ સમાન ગુણ ધરાવતા સ્પર્ધકોમાંથી ડ્રો આધારિત વિજેતા જાહેર કરવામાં આવશે. જેમાં અંતિમ નિર્ણય આયોજક સમિતિનો રહેશે.
૧૦) આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવાની અંતિમ તારીખ ૦૨ ઑગસ્ટ, ૨૦૨૦ સુધી રહેશે.
૧૧) માતૃભાષા પ્રશ્નોત્તરી સંદર્ભે સંપર્ક નંબર નીચે પ્રમાણે છે.
★ ડૉ. પ્રશાંત પટેલ(૯૦૯૯૯૨૪૨૮૬)
★ ડૉ. જય ઓઝા(૯૮૯૮૦ ૪૬૪૮૮)
★શ્રી સંજય પટેલ (૮૯૮૦૮૭૫૫૦૮)
પ્રશ્નોત્તરી માટે નીચે આપેલ ગુગલ ફોર્મ ભરો.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'માતૃભાષા પ્રશ્નોત્તરી' નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
Very nice
ReplyDelete