"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday, 12 June 2018

પ્રાર્થનાસભા : તા - ૧૨/૦૬/૨૦૧૮ અને મંગળવાર

આજનું પંચાંગ :
વિક્રમ સંવત - ૨૦૭૪ : અધિક જયેષ્ઠ વદ તેરસ : તા - ૧૨/૦૬/૨૦૧૮ - મંગળવાર
   
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :
• ડાયનાસોર્સ અનેક પ્રકારનાં હતાં તેમાં મેગાલોસોર્સ જાતનાં ડાયનાસોર્સ સૌથી મોટા માનવામાં આવતા.
• કાળિયારને કાકડી, દૂધી, સક્કરટેટી અને તરબૂચ ખૂબ ભાવે છે.
• ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે.
• હાથીની શક્તિ એક બુલડોઝર જેટલી હોય છે.
• પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે.
* પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે.
* કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ સાઈટેડ હોય છે. તેમને દૂરનું દેખાતું નથી.
* મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોક માટે ‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.
* જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે.
* કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે વાંદો તેના પેટ આવેલા વાળથી, જે અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર [ઈયળ] આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર પર આવેલા છે જે કાનની ગરજ સારે છે.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. 
                           - શૈલેશ સગપરીયા 

No comments:

Post a Comment