"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday, 28 June 2018

પ્રાર્થનાસભા : તા - ૨૯/૦૬/૨૦૧૮ અને શુક્રવાર


આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : નિજ જયેષ્ઠ વદ એકમ : તા - ૨૯/૦૬/૨૦૧૮ - શુક્રવાર 
   
આજનો સુવિચાર :


આજનું જાણવા જેવું :

  • ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.
  • એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.
  • કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.
  • ક્વીન એલિઝાબેથ પહેલાએ પોતાના કાંડાના બેસલેટમાં ઈ.સ. 1580માં પહેલીવાર ઘડિયાળ પહેરી હતી. એ કાંડાની ઘડિયાળનો પહેલો પુરાવો છે.
  • ઈ.સ. 1514માં જર્મનીના તાળા બનાવનારે પહેલીવાર ઘરમાં હેરવી ફેરવી શકાય તેવી ઘડિયાળ બનાવી હતી.
  • જાતે ચાવી અપાઈ જાય એવી ઘડિયાળ ઈ.સ.1770માં ફ્રાંસનાં એક કારીગરે બનાવી હતી. ત્યાં સુધી ચાવી હાથે આપવી પડતી હતી.
  • કાંડાની ઘડિયાળ પહેલા ખિસ્સાની ઘડિયાળ હતી. આપણા ગાંધીબાપુ પોતાની ઘડિયાળ કેડે ભેરવી રાખતા.
  • ખિસ્સામાં ઘડિયાળ નડે છે તેવી ફરિયાદથી કાંડા ઘડિયાળની શોધ થઈ.
  • પહેલી વૉટરપ્રુફ ઘડિયાળની શોધ ઈ.સ. 1926માં શોધાઈ.
  • બેટરી વિનાની ઘડિયાળ ઈ.સ. 1972માં શોધાઈ.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. 
                           - શૈલેશ સગપરીયા 

1 comment: