"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 11 June 2018

પ્રાર્થનાસભા : તા - ૧૧/૦૬/૨૦૧૮ અને સોમવાર

નમસ્કાર મિત્રો,

આજથી નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે તમે વધારે જોશ સાથે બાળકો સાથે ઓતપ્રોત થઈને તેમને ભવિષ્યના નાગરિક બનાવવામાં ઉત્કૃષ્ટતા પ્રદાન કરો એવી દરેક મિત્રોને મારી શુભેચ્છાઓ... 

આ વિભાગમાં આજથી નિયમિત પ્રાર્થનાસભા આયોજન અને પ્રેરણાદાયક લેખ મળી રહેશે. 

આજનું પંચાંગ :
વિક્રમ સંવત - ૨૦૭૪ : અધિક જયેષ્ઠ વદ ચોથ : તા - ૧૧/૦૬/૨૦૧૮ - સોમવાર
   
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :
• જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.
• દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે.
• ઘોડાની 60 જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
• રાતો બગલો દિવસે આરામ કરી રાતે શિકાર કરે છે.
• જળો નામના જંતુથી અનેક રોગ મટે છે. જળો તેના શરીર કરતાં અનેક ગણું વધારે લોહી ચૂસવાની      ક્ષમતા ધરાવે છે.
• મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ, જ્યારે પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.
• ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
• ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’ નામનો કાળોતરો નાગ શિકારની આંખમાં ઝેરની પિચકારી મારે છે.
• ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.
• વીંછી નવ મહિના સુધી ખાધા વિના ચલાવી શકે છે.
આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો.               - શૈલેશ સગપરીયા 

No comments:

Post a Comment